FRC દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની ખાનગી શાળાઓમાં 5-10% ફી વધારો મંજુર કરાતા NSUIનો વિરોધ
NSUIનાં કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં ભીખ માંગીને હાય રે ભાજપ હાય હાય સહિતનાં ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
મંજૂરી વિના થઈ રહેલા આ વિરોધની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ
દેખાવો કરતા 12 જેટલા આગેવાનોની અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી
WatchGujarat. તાજેતરમાં જ FRC દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની ખાનગી શાળાઓમાં 5-10% ફી વધારો મંજુર કરવામાં આવ્યો હતો. જેને લઈને NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન NSUIનાં કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં ભીખ માંગીને હાય રે ભાજપ હાય હાય સહિતનાં ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે મંજૂરી વિના થઈ રહેલા આ વિરોધની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને દેખાવો કરતા 12 જેટલા આગેવાનોની અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે રાજકોટ શહેર NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે , કોરોનાના કપરા કાળમાં FRC દ્વારા 1500 જેટલી શાળાને ફી વધારવાની મંજૂરીનો અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ. શાળામાં મેઇન્ટેનન્સનાં નામે ફી વધારવામાં આવી છે. પણ હકીકતમાં શિક્ષણ કાર્ય બંધ રહેતા મેઇન્ટેનન્સ તો વાલીઓ-વિદ્યર્થિઓને લાગ્યું છે. ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ ખરીદી અને રિચાર્જ સહિતના અનર્ક ખર્ચાઓ તો વાલીઓને કરવા પડ્યા છે. જેને કારણે ભીખ માંગી વિદ્યાર્થીઓની ફી એકઠી કરી સરકાર અને FRC ને આપીશું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. તેવામાં જ FRC સમક્ષ સૌરાષ્ટ્રની 3500 જેટલી શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી હતી. જેમાંથી 1500 જેટલી સ્કૂલોની માગણી સ્વીકારી લેવામાં આવી હતી. આ ફી વધારાને લઈને આજરોજ રાજકોટ શહેર NSUI દ્વારા FRC ઓફિસ ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરાયો હતો. જેમાં સરકાર કે નામ પે ભીખ દેદો, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી કે નામ પે ભીખ દેદોના નારા લગાવ્યા હતા.