• મુળ આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટ પર તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • 19 ડિસેમ્બરે ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે તેમના બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
  • જેણે વેક્સીન લીધી નથી તેમને જલ્દી જ રસી જોઈએ – પ્રફુલ શાસ્ત્રી

WatchGujarat. ગુજરાતમાં કોરોનાની જાણે ત્રીજી લહેરની અસર ધીમે-ધીમે વર્તાવાની શરૂ થઈ હોય એમ સતત બીજા દિવસે પણ નવા પોઝિટિવ કેસોના આંકડો 170 ની ઉપર જળવાઈ રહ્યો છે. જો કે, આ દરમિયાન સારા સમાચાર પણ આવ્યા છે. જેમાં અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોનના દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

મૂળ આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટ પર તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનની દહેશત હોવાથી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લેબ મોકલાયા હતા, જેમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓમિક્રોન આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાયા હતા. 19 ડિસેમ્બરે ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે તેમના બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ઓમિક્રોન વેરિયન્ટથી સ્વસ્થ થયેલા પ્રફુલ શાસ્ત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર ઓમિક્રોનથી કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિનને લઈને પ્રફુલ શાસ્ત્રીએ કહ્યું કે, વેક્સીન લીધી છે તો ચિંતા કરવાની જરૂર નથી, અને જેણે વેક્સીન લીધી નથી તેમને જલ્દી જ રસી જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સ્વસ્થ થયા બાદ પુષ્પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે પ્રફુલ શાસ્ત્રીને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ અને સુપરિટેન્ડેન્ટ પણ હાજર રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud