• આજના સમયમાં લોકો શોપિંગ કરવા માટે ઓનલાઇન  માધ્યમોનો સહારો લેવા જોઇએ
  • સુરતના આઠવાલાઇન્સમાં રહેલા ઇસમને ઓનલાઇન શોપિંગનો વરવો અનુભવ થયો
  • ઇ-બાઇકનો ઓર્ડર કર્યા બાદ ડીલીવરીમાં મળી માત્ર બેટરી

WatchGujarat. આજકાલ લોકોમાં ઓનલાઇન ખરીદી કરવાનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે. તે માટે હવે સોશિયલ મીડિયા પર હવે ઘણા બધા ખરીદી કરવા માટે ઓપશન્સ ઉપલબ્ધ થયા છે. જેમકે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે. અત્યારના સમયમાં કોઈપણ વસ્તુની ખરીદી કે વેચાણ માટે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ વધી ગયો છે ત્યારે ઓનલાઇન ગઠિયાઓ પણ એક્ટિવ થયા છે. અને લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરીને લાખો રૂપિયા સેરવી લેતા હોય છે આ સાથે સોશિયલ મીડીયામાં ઓનલાઇન ખરીદીની સમજી વિચારીને કરવા માટે વાંરવાર ચેતવણી અપાતી હોવા છતા લોકો ભોગ બનતા જ રહે છે. ત્યારે આવી જ એક ચેતવણીરૂપ ઘટના સુરત શહેરમાં પ્રકાશમાં આવી છે.

વધુમાં આ બનાવ અંગે જણાવતા અઠવાલાઇન્સ નર્મદ નગર ખાતે રહેતા અને ગોપીપુરામાં વેલોસીટી ઇ-બાઇકનો શો-રૃમ ધરાવતા વત્સલ કિશોરચંદ્વ કાપડીયાએ  ગત 19 મી સપ્ટેમ્બરના રોજ ફેસબુક પર વાયર ઇ ઇન્ડીયા નામની ઇ-બાઇકનું ઓનલાઇન વેચાણ માટેની જાહેરાત જોઇ હતી. કારણકે તહેવારોમાં ઇ-બાઇકનું વેચાણ મોટાપાયે થઇ રહ્યું છે અને દિવાળીના તહેવાર માટે ઇ-બાઇક મંગાવવા ફેસબુકની જાહેરાતમાં ડિલરશીપ માટેના કોન્ટેક્ટ નંબર પર તેમણે કોલ કર્યો હતો.સામે છેડેથી મનિષ સારસ્વત (રહે. ગલી નં.4 દુર્ગા કોલોની છાપ્રાઉલા ગૌતમબુધ્ધ નગર, ઉતરપ્રદેશ) એ વાત કરી હતી. તેણે  બી-ઇન્ડિયા નામની ફર્મના પ્રોપ્રાઇટર હોવાની ઓળખ આપી હતી. તેમજ એસડબલ્યુટી મીકેનીકા પ્રા.લિ.માં ડાયરેકટર હોવાનું જણાવીને ઇ-બાઇકનું પ્રાઇઝ લિસ્ટ મોકલી આપ્યુ હતુ. આ પ્રાઇઝ લિસ્ટમાંથી રૃા.50,500 માં બેટરી ચાર્જર સાથેનું ડ્રાઇ મોડલ પસંદ છે, એમ વત્સલ કાપડીયાએ કહેતા તેમને પેમેન્ટ કરશો તો ઇ-બાઇક કુરિયરથી મોકલી આપીશું તેમ જણાવાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જણાવતા આમ 10 એ-બાઇકનો ઓર્ડર અને રૂ. 5 લાખ પેમેન્ટ ચૂકવી તેનું જીએસટી સાથેનું પાકું બિલ પણ વત્સલભાઇને મોકલી અપાયું હતું. ત્યારબાદ વત્સલભાઈ દ્વારા પેમેન્ટ ચૂકવાઈ ગયા બાદ મુખ્ય ખેલ શરૂ થયો હતો.  મનિષ સારસ્વતને કોલ કરાતા તેણે કહ્યું કે હવે આ કંપનીના ડિરેકટર પ્રશાંત ચોરસીયા (રહે. એ.18 અરૃણા પાર્ક શાકરપુર, ન્યુ દિલ્હી) છે.  હવે તેમનો જ સંપર્ક કરવાનો રહેશે કહીને નંબર આપયો હતો. જોકે, પ્રશાંત ચોરસીયાએ પણ બાઇકની ડિલિવરી નહી કરતા ફરીથી મનિષનો સંપર્ક કરાયો ત્યારે તેણે નવું બિલ મોકલી આપ્યું હતું અને કુરીયર મારફત સુરતમાં ઇ-બાઇકની ડિલિવરી મળી જશે કહીને સુનિલ દુબેનો મોબાઇલ નંબર આપ્યો હતો. તેના પર સંપર્ક કરીને વત્સલભાઇ કુરીયર કંપનીના પલસાણા સ્થિત ડેપો પર પહોંચ્યા હતા. અને પાર્સલો ખોલતા તેમાંથી ઇ-બાઇકને બદલે નાના-નાના 10 ખોખામાંથી માત્ર બેટરી નિકળી હતી. આ છેતરપિંડી અંગે મનિષ સારસ્વત અને પ્રશાંત ચોરસીયા વિરુધ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. આમ 10 ઇ-બાઇકનો ઓર્ડર આપ્યા બાદ કુરિયરમાં બાઇકના બદલે બેટરીના નાના નાના ખોખા નિકળતા દિલ્હી અને ઉતરપ્રદેશના બે ઠગ વિરુદ્વ છેંતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ પરથી હવે ઓનલાઇન ખરીદી કરતી કરતા લોકોએ પણ યોગ્ય ખરાઈ કર્યા બાદ જ ખરીદી કરવી હિતાવહ છે.

Facebook Comments Box

Videos

Our Partners