• સાબરકાંઠામાં 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં.
  • અમરેલીમાં 6 જગ્યાએ અને બોટાદમાં પાંચ મેદાનો પર તાલીમ શરૂ થશે.
  • LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ દ્વારા આપી જાણકારી

WatchGujarat. રાજ્ય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યનાં પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ ડીપાર્ટમેન્ટ આશિષ ભાટીયા ગુજરાત પોલીસમાં ચુનંદા અધિકારી અને કર્મચારીઓની ભરતી થાય અને છેવાડાનાં ઉમેદવારો પણ તેનો લાભ લઇ શકે તે માટે કાર્યશીલ છે. ત્યારે રાજ્યમાં ઉમેદવારો વધુમાં વધુ પસંદગી પામે અને શારીરિક કસોટી પાસ કરવા પ્રેક્ટીસ કરી શકે એ માટે મેદાનો ફાળવવામાં આવ્યા છે. ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં પણ મેદાનો ફાળવવા માટે સૂચના આપવામાં આવી છે. LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ દ્વારા રાજ્યમાં ફાળવવામાં આવેલ મેદાન અને માર્ગદર્શકની જાણકારી આપી હતી.

અમરેલીની વાત કરીએ તો જિલ્લામાં છ જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોની તાલીમનો શુભારંભ કરી ઉમેદવારોને લાભ લેવા વિનંતી કરી છે. જિલ્લાના ઉમેદવારો વધુમાં વધુ પસંદગી પામે અને શારીરિક કસોટી પાસ કરવા પ્રેક્ટીસ કરી શકે એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા નીચે જણાવેલ સ્થળો તથા માર્ગદર્શક ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

બોટાદ જિલ્લામાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે આવતીકાલથી પાંચ મેદાનો પર તાલીમનો શુભારંભ કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં ઉપલબ્ધ કરવામાં આવેલ મેદાનની યાદી નીચે મુજબ છે.

જ્યારે સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક દ્વારા કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીનાં ઉમેદવારોની તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવાશે.આ ઉપરાંત વલસાડમાં પણ પોલીસ અધીક્ષક દ્વારા હાલ 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. જ્યારે ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવવા તથા માર્ગદર્શન આપવા અમરેલી, ભાવનગર તથા બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચના આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud