• 17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી
  • પ્રકાશ પર્વ પર મોદીનું સંબોધન સવારે 9 વાગ્યે શરૂ થયું
  • પીએમ મોદીએ પોતાના સબોધનમાં કહ્યું હતું કે, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે

WatchGujarat. પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને તેમાં ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીના આ નિર્ણય બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે સુરતમાં ખેડૂતો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ મહીને સંસદમાં કાયદો પરત લેવાની પ્રક્રિયા હાથ ધરાશે

17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બરે ત્રણ કાયદાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોનાં સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા. પ્રકાશ પર્વ પર મોદીનું સંબોધન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું.  સૌ કોઈની નજર પીએમના આ સબોધન પર હતી. ત્યારે પીએમ મોદીએ આ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ પોતાના સબોધનમાં કહ્યું હતું કે, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે અને ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો. આ મહીને સંસદમાં કાયદો પરત લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. પીએમના આ સબોધન બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં ફટકડા ફોડી ખેડૂતોએ ઉજવણી કરી હતી.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણયને અમે આવકાર્યી છે. પરંતુ જ્યાં સુધી આ કાયદો સંસદમાં રદ ન થાય ત્યાં સુધી આ કાયદો કાયદો જ ગણાશે. એમએસપીની ગેરેંટી આપવામાં આવે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. આ કાયદો રદ કરવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners