WatchGujarat. કેન્દ્ર સરકારે શુક્રવારે રમત સંબંધિત મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે. જે હવે આ એવોર્ડ મેજર ધ્યાન ચંદના નામે આપવામાં આવશે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડને હવે મેજર ધ્યાનચંદનાં નામે એવોર્ડ આપવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અનેક લોકોનાં સૂચન આવ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એકાઉન્ટ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે આ એવોર્ડ આપણા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરશે.

રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલાયું છે. હવે આ અવોર્ડ મેજર ધ્યાન ચંદના નામે અપાશે આવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે. દેશને ગૌરવ અપાવનારી ક્ષણો વચ્ચે, ઘણા દેશવાસીઓની આ વિનંતી પણ સામે આવી છે કે ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદ જીને સમર્પિત કરવામાં આવે . લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને હવે તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવી રહ્યું છે.

જય હિન્દ!

મોદીએ કહ્યું- ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવા જોઈએ તે યોગ્ય છે.

https://twitter.com/narendramodi/status/1423540373717061632?s=20

અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું છે કે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના મહાન પ્રયાસોથી આપણે બધા અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં અમારા પુત્રો અને પુત્રીઓ દ્વારા બતાવવામાં આવેલી ઇચ્છાશક્તિ. વિજય તરફ દર્શાવેલ ઉત્સાહ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે મોટી પ્રેરણા છે. મેજર ધ્યાનચંદ ભારતના એ અગ્રણી ખેલાડીઓમાં શામેલ હતા, જેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યુ છે. જણાવી દઈએ કે, પહેલા ખેલ રત્ન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારના નામથી ઓળખાતો હતો.

https://twitter.com/narendramodi/status/1423538297842769921?s=20

ખેલ રત્નનો ઇતિહાસ

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય રમતમાં સર્વોચ્ચ એવોર્ડ છે. 1991-92માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. પછી તેનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પર રાખવામાં આવ્યું. આ પુરસ્કારની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ રમતના ક્ષેત્રમાં પ્રશંસા અને જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ ખેલાડીઓનું સન્માન કરીને, તેમની પ્રતિષ્ઠા વધારવાનો છે, જેથી તેઓ સમાજમાં વધુ સન્માન મેળવી શકે. આ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન એવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 45 લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. શતરંજના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ આ એવોર્ડને જીતનારા પ્રથમ ખેલાડી હતા. આ એવોર્ડ એ ખેલાડીને દર વર્ષે આપવામાં આવે છે, જે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવાન્વિત કરાવે છે. આ એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ લોકોને અપાય છે. આ એવોર્ડ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા ૪ વર્ષના પ્રદર્શનના આધારે એનાયત કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud