• ડીસીબી પોલીસે બાતમીના આધારે બે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યા
  • પોલીસે કુલ 5 વાહનો કબ્જે કરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલ્યો
  • વોહનચોરો નશો કર્યા બાદ રખડવા માટે વાહનો ચોરી કરતા હતા

Watchgujarat. ડીસીબી પોલીસે બાતમીના આધારે બે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ નશો કરી હરવા ફરવા માટે વાહનચોરી કરતા હતા. અને ત્યારબાદ પેટ્રોલ પૂરું થતા વાહનો મુકી ફરાર થઈ જતા હતા. પોલીસે તેઓની પાસેથી 5 વાહનો કબ્જે કરી 5 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યો છે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે અગાઉ વાહનચોરીમાં ઝડપાયેલા ભીડી બજાર ખાતે રહેતા જિશાન ઉર્ફે રિક્કી મઝહર શેખ અને તેના સાગરીત સૌયદ એઝાજ સૈયદ નૂરમોહમદ સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેઓની પાસેથી બે વાહનો કબજે કરી તેઓની પૂછપરછ કરી હતી.જેમાં પોલીસ તપાસમાં તેઓએ અન્ય ત્રણ વાહનો પણ ચોરી કરી પાંડેસરા સ્થિત સિદ્ધાર્થ નગર નહેર પાસે બિન વરસી હાલતમાં મૂકી દીધા હતા. પોલીસે ત્યાંથી ત્રણ વાહનો કબ્જે કર્યા હતા. આમ પોલીસે કુલ 5 વાહનો કબ્જે કર્યા હતા.

પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે, આરોપીઓ એમ.ડી. નો નશો કરે છે અને નશો કર્યા બાદ રખડવા માટે વાહનો ચોરી કરતા હતા. અને પેટ્રોલ પૂરું થયા બાદ પાંડેસરા સિદ્ધાર્થ નગર પાસે મૂકી ફરાર થઈ જતા હતા. પોલીસે કુલ 5 વાહનો કબ્જે કરી સલાબતપુરા પોલીસ મથકના બે ગુનાના ભેદ જેમાં, ખટોદરાનો એક, લાલગેટ અને ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો ઉકેલાઈ ગયો હતો. વધુમાં ઝડપાયેલો આરોપી જિશાન ભૂતકાળમાં 8 વખત વાહણચોરીના ગુનામાં તેમજ પાંચમા મહિનામાં 2021માં પાસા હેઠળ ડિટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud