સુરતના પાલ ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી નાવડીઓ મારફતે થતું ગેરકાયદે રેતીખનન ઝડપાયું
પીસીબી પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી
એક ટ્રક, 45 ટન રેતી, બે બાઈક મળી કુલ 14.53 લાખની મત્તા કબજે કરાઈ
WatchGujarat. અડાજણ પાલ આરટીઓ નજીક પાલ ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન થઇ રહ્યું હતું. જેથી ત્યાં પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત અહીથી એક ટ્રક, 45 ટન રેતી, બે બાઈક મળી કુલ 14.53 લાખની મત્તા કબજે કરાઈ હતી.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે અડાજણ પાલ આરટીઓ નજીક પાલ ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી નાવડીઓ મારફતે ગેરકાયદે રેતીખનન થઇ રહ્યું છે. બાતમીના આધારે પીસીબી પોલીસે અહી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અમરોલી ઈડબ્લ્યુ આવાસ ખાતે રહેતા ડ્રાઈવર કમલેશ તેજાજી વણઝારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીથી ૯ લાખની કિમતનો ટ્રક, ટ્રકમાં લોડેડ 75 હજારની કિમતનો 15 ટન રેતીનો જત્થો, 2.50 લાખની કિમતની કોમ્પ્રેશન મશીન સાથે ફીટ કરેલી નાવડી, 5 નંગ લોખંડના ચારણા, નદીમાંથી ખનન કરેલા 30 ટન રેતીના ઢગલા, પાવડા અને બે બાઈક મળી કુલ 14.53 લાખની મત્તા કબજે કરી હતી.
વધુમાં ઝડપાયેલા ઇસમનો મોટો ભાઈ હરીશ તેજાજી વણઝારા સાથે ભેગા મળીને ગેરકાયદેસર રીતે તાપી નદીના પટમાંથી નાવડી મારફતે રેતી ખનન થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભૂસ્તરવિભાગે 12મી તારીખે બપોરે 12 કલાકે અમરોલી બ્રીજના નીચે તાપી નદી પટમાં દરોડાની કાર્યવાહી કરી હતી. અહીથી ગેરકાયદે માટીચોરી થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભૂસ્તર વિભાગને ત્યાંથી માત્ર સંગ્રહ કરેલી 125.49 મે.ટન સાદી રેતી મળી હતી. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ગુનો પણ નોધવામાં આવ્યો હતો. પોલીસે તેમાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં ભૂ માફિયા બેફામ બન્યા છે. અને બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને ભૂસ્તર વિભાગ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તો મસમોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા રહેલી છે.