• પોરબંદર નજીક સમુદ્રમાં મધદરિયે બોટ બળીને ખાક થઈ, 7 માછીમારોને હેમખેમ બચાવાયા
  • અરબી સમુદ્રમાં મધદરિયે બોટમાં લાગી આગ હતી
  • હોડીમાં એન્જિનમાંથી ઇંધણ લીકેજ થવાના કારણે કળશ રાજ નામની ફિશિંગ બોટમાં આગ
  • કોસ્ટ ગાર્ડે તમામ કૃ મેમ્બર્સને બચાવી લેવાયા હતા

WatchGujarat. હાલ દિવાળીનો તહેવાર ઉજવવામાં સૌ મશગુલ હતા ત્યારે દરિયામાં એક એવી ઘટના બની છે કે તમે સાંભળીને ચોંકી જશો. પરંતુ રાહતનાં સમાચાર એ છે કે કોઇના જીવને નુકસાન થયું નથી.

અરબી સમુદ્રમાં પાકિસ્તાનની નાપાક હરકતોનો સિલસિલો યથાવત છે ત્યાં પોરબંદર નજીક દરિયામાં ફિશિંગ બોટમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે, ફિશિંગ બોટમાં સવાર 7 માછીમારોને કોસ્ટગાર્ડ રેસ્ક્યુ કરી બચાવ્યા લીધા છે. એટલે જાનનું નુકસાન નથી પરંતુ ફિશિંગ બોટ બળીને ખાક થઇ ગઇ છે.

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં કળશ રાજ નામની ફિશિંગ બોટમાં મધ દરિયે અચાનક આગ લાગવાની ઘટનાથી માછીમારો ગભરાય ગયા હતા. જો કે ભારે નુકસાન થાય તે પહેલા આરુષ જહાજે રેસ્ક્યુ કરીને તમામ માછીમારને બચાવી લીધા હતા. જો કે અમુક માછીમારી દાઝી ગયા હતા અને ઇજા થઇ હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ ઇંધણ લિકેજ થવાને કારણે લાગી હતી.

ભારતીય તટરક્ષક દળનું જહાજ (ICGS) આરુષ આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીકમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આ જળક્ષેત્રમાં આગ લાગેલી હોડી ‘કળશ રાજ’માં ફસાયેલા 7 માછીમારોને આ વિસ્તારમાં આવેલી અન્ય હોડીઓ સાથે સંકલન કરીને તમામને બચાવી લીધા હતા. આ સાથે તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોડીમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હોવાથી તેને બચાવી શકાઇ નહોતી અને છેવટે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.

માછીમારોની બોટનું અપહરણ થયું

ફરી એક વખત પાકની નાપાક હરકત સામે આવી છે.પોરબંદરમાં માછીમારોની બોટ અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા પોરબંદરમાં માછીમારી કરી રહેલ પદમાણી કૃપા બોટનું અપહરણ કરવામાં આવ્યું હતુ. આ બોટમાં 6 માછીમારો સવાર હતા. આ તમામ માછીમારને કરાંચી બંદરે અપહરણ કરીને લઇ જવામાં આવ્યા છે જેથી માછીમારોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud