મકાઈના વડાએ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. ગુજરાતમાં બધી જ જગ્યાએ મકાઈના વડા અથવા બાજરીના વદ બને છે.આજે અમે તમારી માટે મકાઈના વડાની રેસિપી  લઈને આવ્યા છે, મકાઈના વડા 4થી 5 દિવસ સુધી સારા રહે છે જેથી આપણે ક્યાંક પ્રવાસે જતા હોઈએ તો તેને બનાવીને સાથે લઇ જ શક્યે છે.

જો તમે અહીંયા બતાવેલી રીતે મકાઈના વડા બનાવશો તો તે સરસ પોચા અને ફૂલેલા થશે.

તો ચાલો જાણી લો સ્વાદિષ્ટ મકાઈના વડા બનાવવાની રીત.

સામગ્રી

-૩ કપ મકાઈ નો લોટ

-૧/૨ કપ ઘઉં નો લોટ

-૧ ચમચી આદુ-લસણ ની પેસ્ટ

-૨ લીલા મરચા વાટેલા

-૧ કપ દહીં

-૧ ચમચી ખાંડ

-૧/૪ ચમચી અજમો

-૧/૪ ચમચી હળદર

-૧/૨ ચમચી લાલ મરચું

-૧ ચમચી તલ

-ચપટી ખાવા નો સોડા

-મીઠું સ્વાદ અનુસાર

-તળવા માટે તેલ

મકાઈના વડા બનાવવાની રીત

-સૌપ્રથમ એક બાઉલ માં મકાઈ નો લોટ, ઘઉં નો લોટ, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, ખાંડ, અજમો, તલ, હળદર, લાલ મરચું, દહીં અને

 મીઠું મિક્સ કરો

-હવે તેનો ઢીલો લોટ બાંધી લો અને ૨૦-૨૫ મિનિટ માટે એક બાજુ મૂકી રાખો

-હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

-હવે લોટ માંથી થોડો લોટ લો અને હાથ થી દબાવી ને વડા જેવો આકાર આપો

-તેલ ગરમ થઇ જાય એટલે તેમાં દબાવેલા વડા આછા સોનેરી રંગ ના તળી લો

-આ વડા ૩-૪ દિવસ સીધી સારા રહે છે

તૈયાર મકાઈના વડાને સૌસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખુબ જ સ્વાદિષ્ટ મકાઈના વડા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud