• ભાજપમાં મધ્ય ગુજરાતાં પદાધિકારીઓ સાથે પાટિલની બેઠક
  • PM મોદી 21 એપ્રિલે દાહોદમાં, 22મીએ બનાસકાંઠામાં મહિલા સંમેલનને સંબોધશે
  • ગૃહમંત્રી અમિત શાહ પણ 10 એપ્રિલે ગુજરાતમાં, ભાજપમાં ભરતી મેળો પૂરબહારમાં

WatchGujarat.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે બુધવારે કુપોષણ નાબૂદી અભિયાન હેઠળ બાળ આહાર કિટનું વિતરણ કર્યુ હતુ. કોબા સ્થિત પ્રદેશ કાર્યાલાય શ્રી કમલમે આ કાર્યક્રમમાં આરંભે પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની માહિતી આપતા મિડીયા સમક્ષ કહ્યુ કે , તેઓ 21મી એપ્રિલે દાહોદમાં સરકારી કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે. બીજા દિવસ 22 એપ્રિલે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં બનાસકાંઠામાં મહિલા સંમેલનનો કાર્યક્રમ પણ તૈયાર થઇ રહ્યો છે.

મિડીયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન ઉપરાંત આગામી સપ્તાહે 10 એપ્રિલના રોજ ભારતના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બુધવારે મધ્ય ગુજરાતમાં ભાજપના જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને દાહોદના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમિક્ષા કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળામાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ ફરીથી ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2021ની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે હાર્યા હતા. બાદમાં 2017માં ટિકીટ કપાતા તેમણે બળવો કર્યો હતો. હવે પ્રાગજી પટેલ ફરીથી ભાજપમાં જોડાયા છે. તદઉપરાંત આંતરરાષ્ટ્રિય વિશ્વ હિન્દુ પરિષદ અને ભૂતકાળમાં કોંગ્રેસ સંગઠનમાં પદભાર સંભાળનારા અનેક નેતા- કાર્યકરોએ પણ કેસરિયો ખેચ પહેરીને ભાજપની સદસ્યતા મેળવી છે.

સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનની હાકલ બાદ ગુજરાતના દરેક બાળકોને સુપોષિત કરવા ભાજપે અભિયાન આદર્યુ છે. ગુજરાતમાં 48,312 બાળકો અતિકુપોષિત છે. 13 લાખ બાળકો કુપોષિત છે. આ બધા બાળકોને ત્રણ મહિનાની અંદર જ કુપોષણમાંથી બહાર લાવવા ભાજપના કાર્યકરો તેમને દત્તક લેવાનું આયોજન હાથ ધર્યુ છે. દરેક શહેર જિલ્લામાં દરેક કાર્યકર બાળકોને પોષણ આહાર અને 200 ગ્રામ દૂધ આપશે. આહાર કેવો લેવો તેની માહિતી આપશે અને જરૂર પડયે તો દવાનું પણ માર્ગદર્શન આપી શકાય તે રીતે ભાજપના ડોક્ટર સેલે આખી વ્યવસ્થા ગોઠવી છે. તેમણે કુપોષિત બાળકોને એક લાખ ચોકલેટ આપવા સુરત શહેર એકમ દ્વારા આયોજન થયાનું પણ જાહેર કર્યુ હતુ.

Facebook Comments Box

Videos

Our Partners