•  ભરૂચમાં જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના નવનિર્મિત ચેરિટી ભવનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ
  •  ચેરિટીના તમામ પ્રશ્નો અંગે લોક અદાલત યોજાય અને પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે

WatchGujarat.ભરૂચમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તકના ચેરિટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. લોકાર્પણ પ્રસંગે મંત્રીએ દેશમાં ભગવાન રામના સમયથી ચેરીટીનો અભિગમ ચાલી આવતો હોવાનું કહી ભરતે રામની પાદુકા લઈ રાજ્ય ચલવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેને ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ગણાવ્યો હતો.

ચેરિટી ભવનના લોકાર્પણ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓ વધુને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બને તે માટે કાર્યક્ષમ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ચેરિટી ભવનના નિર્માણથી લોકોપયોગી કાર્યો થાય, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી અપેક્ષા સેવી નવનિર્મિત ભવનના નિર્માણ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ ભરૂચના વકીલમિત્રો સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા ચેરિટી ટ્રસ્ટ્નો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે લોકોના નાણાંથી ચાલતાં તમામ ધર્મસ્થાનોની નોંધણી થવી જોઈએ અને તેની કાળજી ચેરિટી કચેરીએ કરવી જોઈએ. ચેરિટીના તમામ પ્રશ્નો અંગે લોક અદાલત યોજાય અને પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ભારપૂર્વક જણાવી વકીલોન સહકારની અપેક્ષા સેવી હતી.

નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલે જાહેર ટ્રસ્ટોની સમાજ જીવનમાં મહત્વની ભૂમિકા રહેતી હોય છે ત્યારે તેમણે વડોદરા જિલ્લામાંથી ભરૂચ જિલ્લાનું વિભાજન થતાં જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરી લભરૂચની વિવિધ કામગીરીની વિગતે માહિતી આપી હતી.

આ પ્રસંગે નાયબ ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, મારૂતિસિંહ અટોદરિયા, ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લ, સચિવ મિલન દવે, મદદનીશ ચેરિટી કમિશન ડી.બી.જોશી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud