સરકારી યોજનાઓ અને વિકાસની ફલશ્રુતિને હર ઘર દસ્તક આપવા કાર્યકરોને આહવાન
સરકારી તમામ યોજનાઓ અને લાભોથી લાભાંવિત વંચિત ન રહે તે જોવા સૂચન કરાયું
WatchGujarat.ભરૂચ જિલ્લા ભાજપ કારોબારીની બેઠક અંકલેશ્વર ખાતે પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં ગુરૂવારે મળી હતી. દેશમાં ઉત્કર્ષ પહેલમાં પ્રથમ ભરૂચ જિલ્લાની પહેલ સમગ્ર ગુજરાતમાં અપનાવવાની ક્ષણને ગૌરવવંતી ગણાવી છેવાડાના માનવીને દરેક યોજનાથી લાભાંવિત કરવો એ જ દરેક BJP કાર્યકરનું કર્તવ્ય હોવાનું આહવાન જિલ્લા પ્રમુખ મારૂતિ અટોદરિયાએ આહવાન કર્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી હતી. જિલ્લા પ્રભારી જનક બગદાણાવાળાએ હાજરી આપી અધ્યક્ષ સ્થાનેથી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.
જિલ્લામાં છેવાડાના માનવી સુધી ભાજપાની વિકાસગાથા પહોંચાડવા કાર્યકરો અને હોદ્દેદારોએ કમરકસવા આહવાન કરાયું હતું. BJP ની રાષ્ટ્રીય બાદ પ્રદેશ ભાજપની બેઠક અને હવે વિવિધ જિલ્લામાં જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના પછી મંડળની કારોબારી યોજાશે. ભાજપ ચૂંટણીને લઈ જન જન સુધી પોહચી પ્રજાને મળવા માત્ર વિવિધ સરકારી યોજનાઓના લાભથી માહિતગાર કરી લાભાંવિત કરી રહી છે.
અંકલેશ્વર GIDC માં આવેલા ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કારોબારી બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી જનક બગદાણાવાળાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા. આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ હવે વિવિધ મંડળો ને પણ સુચના આપી પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવા આહવાન કરાયું હતું.
જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી ક્ષણ છે, ઉત્કર્ષ પહેલ સમગ્ર દેશમાં જિલ્લામાં 100 ટકા અમલી બની છે. જે હવે સમગ્ર ગુજરાતમાં અપનાવવામાં આવશે. હજી પણ તમામ સરકારી યોજનાઓની માહિતી જનજન સુધી પોહચાડી યોજનાના બાકી રહી જતા લાભાર્થીઓને તેનો લાભ અપાવવાના પ્રયાસો કાર્યરત જ રહેશે.
જિલ્લા કારોબારી બેઠકમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચ MLA દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધર્મેશ મિસ્ત્રી, અમિત ચાવડા, દિવ્યેશ પટેલ, જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.