ગરબે કી રાત માતાજીના ગીતમાં અશ્લીલતાના કારણએ ધાર્મિક લાગણી દુભાતા ગુજરાતી લોકગાયકો રોષે ભરાયા
રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવીએ ગીતના શબ્દોને લઈને વીડિયો જાહેર કરી વિરોધ કર્યો
તાત્કાલિક ગીત હટાવી લેવા કિર્તીદાન ગઢવીએ ચેતવણી આપી
રાજકોટમાં સાઈબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ, રાહુલને ધમકી ભર્યા ફોન કોલ્સ મળ્યા
WatchGujarat. તાજેતરમાં નવરાત્રીને ધ્યાનમાં રાખી સિંગર રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી દ્વારા ગરબે કી રાત આલ્બમ લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ આલ્બમની કોરિયોગ્રાફીમાં નિયા શર્મા ગરબાની લિરિક્સ સાથે અશ્લીલ ડાન્સ કરતી હોવાથી ગુજરાતી સિંગરે વિરોધ નોંધાવ્યો છે. માતાજીના આ ગીતમાં ધાર્મિક લાગણી દુભાતા લોકગાયકો મેદાને આવી ગયા છે. 'ગરબે કી રાત' ગીતને લઇને કિર્તીદાન ગઢવીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અને તાત્કાલિક ગીતને હટાવી લેવાની માંગણી કરી છે. તેમજ લાગણી દુભાણી હોવાની વાત કરી રાહુલ વૈદ્ય અને તેની ટીમને આ ગીતના શબ્દો ફેર કરવાનો આગ્રહ કર્યો છે. માતા મેલડી અને માતા મોગલનું નામ ગીતમાં તાત્કાલિકના ધોરણે દૂર કરવા માંગ કરી છે.
મહત્વનું છે કે કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના નવરાત્રી પ્રવાસ પર છે જ્યાં તેમણે આ ગીત વિશે ખબર પડતાં વીડિયો જાહેર કરી વિરોધ નોંધાવ્યો છે. જેમાં તેમણે એક ટકોર પણ કરી છે કે આ રીતે માતાજીના નામ પર કોઈ અશ્લીલતા ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે લોકગાયક રાજભા ગઢવીએ પણ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને રાહુલ વૈદ્યને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે, આ ગીતને તાત્કાલિકના ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. આ ગીતને લઈને અન્ય કલાકારો પણ રોષ ઠાલવી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર લોકો ગીતની ઝાટકણી કાઢી માફી માંગવાની વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિવાદ વધતા બૉલીવુડ કલાકાર રાહુલ વૈદ્યએ માફી માંગી લીધી છે અને 3 દિવસમાં ગીતમાં સુધારો કરવાની વાત કરી છે.
મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો – રાહુલ વૈદ્ય
મહત્વનું છે કે 'ગરબે કી રાત' ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. નીયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે જેનો મોટા પાયે વિરોધ થતાં રાહુલ વૈદ્યએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી આ માફી માંગતા કર્યું છે કે, માતાની ભક્તિને ધ્યાને લઇ મે ગીત બનાવ્યું હતું, કોઇની ભાવના કે કોઇને ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નથી હોતો, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શનિ-રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.
RAHUL VAIDYA RKV on Twitter: ""Garbe Ki Raat" has been pulled off for the next few days,with respect to sentiments of a few. The new recitified version will be up for all to enjoy in a few days time. Happy Dussherra.. Spread love not hate ♥️ #GarbeKiRaat" / Twitter
રાહુલ વૈદ્યને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી
પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ વૈદ્યને આ વિવાદના કારણે કોલ્સ અને મેસેજ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. આ અંગે રાહુલના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, મેસેજ અને કોલ્સની સંખ્યા ગઈકાલ રાતથી વધી ગઈ છે, મેસેજમાં લોકો રાહુલ વૈદ્યને જાનથી મારી નાંખવાની અને તેની સામે એફઆઈઆર નોંધવાની વાત કરી રહ્યાં છે. અમે માતા દેવીનો આદર સાથે ઉલ્લેખ કર્યો હતો અને તેનો અર્થ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જોકે, એ હકીકતને સમજીને કે લોકોનો અમુક વર્ગ ગીતમાં માતા દેવીનું નામ પસંદ નથી કરતા, અમે તેનું સન્માન કરીએ છીએ અને અમારા સ્તરે તેને સુધારવા માટે કામ કરી રહ્યાં છીએ.