શહેરના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા ત્રણ કુટણખાના પર દરોડા
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે દરોડો પાડી ચાર ગ્રાહક અને એક કર્મચારી સહીત પાંચની ધરપકડ કરી
એક દુકાનનો માલિક ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો
સુરતમાં અવારનવાર સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થઇ રહ્યો છે
WatchGujarat. રાજ્યના મોટા શહેરોમાં અવારનવાર સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને વધુ એક સફળતા હાથ લાગી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમો દ્વારા તાજેતરમાં સુરતના ત્રણ જેટલા સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનામાં દરોડા પાડીને પાંચ જેટલાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
સ્પાની આડમાં ચાલતા ત્રણ કુટણખાના પર દરોડા
સુરતમાં અવારનવાર સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત આવા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે બાતમીના આધારે સરથાણા નેચર પાર્કની સામે આવેલા રોયલ આર્કેટમાં દરોડા પાડ્યા હતા. આ કામગીરીમાં પોલીસે અલગ અલગ ત્રણ દુકાનોમાં દરોડો પાડ્યો હતો, જ્યાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના ધમધમી રહ્યા હતા.

વધુમાં મળતી વિગતો અનુસાર પોલીસે રોયલ આર્કેટના પહેલા માળે આવેલી દુકાનો પૈકી દુકાન નંબર 105 માં સિલ્વર સ્પા અને મસાજ પાર્લરની દુકાન, દુકાન નંબર 145 કે જ્યાં સ્પા અથવા મસાજ પાર્લરનું નામ નથી ત્યાં અને દુકાન નંબર 146 ખુશી સ્પા મસાજ પાર્લરમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાન નં.105ના માલિક રાહુલભાઈ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. જયારે સ્થળ પર હાજર ગ્રાહક મેહુલભાઈ ચંદ્રેશભાઈ ચંગાણી તથા બે લલનાઓની ધરપકડ કરવામાં આવી છે.
ચાર ગ્રાહક અને એક કર્મચારી સહીત પાંચની ધરપકડ
આ ઉપરાંત દુકાન નં.145 ના સંચાલક ગીતાબેન વિજયભાઈ ગોદાણી તથા તેઓના સ્પામાંથી એક લલના અને જગદીશભાઈ જીવરાજભાઈ મણીયા, રણવીર રામ ભરોસે બોઘેલ તથા સંજય ગોરધનભાઈ ગજેરા નામના ત્રણ ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દુકાન નં.146 ના સંચાલક સપનાબેન અર્જુનભાઈ ઇન્દવેના સ્પામાંથી બે લલનાઓ મળી આવી હતી તેમજ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા સંકેત રોહિતભાઈ કોશિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
કુલ ૪૮ હજારનો મુદ્દામાલ ઝબ્બે
આમ પોલીસ દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડમાં ધમધમતા ત્રણ સ્પામાંથી ચાર ગ્રાહક અને એક કર્મચારી સહીત પાંચની ધરપકડ કરાઈ છે. જ્યારે પોલીસે અહીંથી ૫ મહિલાઓને વધુ પૂછપરછ માટે સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તપાસમાં સ્થળ પરથી રોકડા રૂપિયા અને ૬ મોબાઈલ ફોન મળી કુલ ૪૮ હજારનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.