• સુરત-કરમાલી, હટિયા સહિત નવી 3 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
  • વેસ્ટર્ન રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
  • એપ્રિલથી જૂન સુધી અલગ- અલગ સમયમાં ટ્રેન દોડશે

 WatchGujarat.રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ, સુરત-કરમાલી અને સુરત-હટિયા ટ્રેનનો સમાવેશ થાય છે. બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે સવારે 9.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 11.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલથી 27 મે સુધી ચાલશે. આ જ રીતે ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ભાવનગરથી દર ગુરુવારે બપોરે 2.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલથી 26 મે સુધી ચાલશે.

મિડીયા રિપોર્ટ મુજબ આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. આવી જ રીતે સુરત – કરમાલી સ્પેશિયલ 16 ફેરા મારશે. જે સુરતથી દર મંગળવારે 7.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.30 કલાકે કરમાલી પહોંચશે. આ ટ્રેન 19 એપ્રિલથી 7 જૂન સુધી ચાલશે. કરમાલી – સુરત દર બુધવારે 12.30 કલાકે કરમાલીથી ઉપડશે અને બીજા દિવસે 08.00 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલથી 8 જૂન સુધી ચાલશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે. સુરત-હાટિયા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પણ 16 ફેરા મારશે.

સુરત-હટિયા ટ્રેન 22 એપ્રિલથી 10 જૂન સુધી

સુરત – હટિયા સ્પેશિયલ સુરતથી દર ગુરુવારે 2.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6.00 કલાકે હટિયા પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 9 જૂન સુધી ચાલશે. હાથિયા – સુરત સ્પેશિયલ હટિયાથી દર શુક્રવારે રાત્રે 11.30 કલાકે ઉપડશે અને રવિવારે 04.00 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલથી 10 જૂન સુધી ચાલશે.

Facebook Comments Box

Videos

Our Partners