• ભાજપ-કોંગ્રેસનાં સભ્યો માત્ર રાજકારણ અને ભ્રષ્ટાચાર કરવા માટે આ ચૂંટણી લડતા હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આમ આદમી પાર્ટી મેદાને આવી – ઈસુદાન ગઢવી
  • ગુજરાત સરકારના નેતાઓ પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવે છે. ભાજપ દ્વારા દેશના યુવાધનને પતાવી દેવા માટે આ દુષણનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે
  • ગુજરાત દરિયાઈ સુરક્ષા પર આકરા પ્રહાર કરતા 1600 કીમી દરિયાઈ સીમામાં સુરક્ષાનો અભાવ હોવાનો આરોપ

WatchGujarat. આજરોજ આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતા ઈસુદાન ગઢવીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. સરકીટ હાઉસ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ઈસુદાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ ઝંપલાવવાની જાહેરાત કરી હતી. સાથે જ ડ્રગ્સ મુદ્દે ગુજરાતની ભાજપ સરકારનાં નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપનાં નેતાઓનું પાકિસ્તાનની સાથે કનેક્શન હોવાનો તેમજ દેશના યુવાધનને પતાવી દેવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઈસુદાન ગઢવીનાં જણાવ્યા મુજબ, ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવતી આમ આદમી પાર્ટી હવે વિદ્યાર્થીલક્ષી ચૂંટણીમાં પણ ઝંપલાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સુધી માત્ર ભાજપ – કોંગ્રેસનાં સભ્યો જ ચૂંટણી લડતા હતા. પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. સાથે ભાજપ-કોંગ્રેસનાં સભ્યો માત્ર રાજકારણ અને ભ્રષ્ટાચાર કરવા માટે આ ચૂંટણી લડતા હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આમ આદમી પાર્ટી મેદાને આવી હોવાનું કહ્યું છે. આ ઉપરાંત હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં અનેક લોકો ઓનલાઇન સાથે ઓફ્લાઈન ચૂંટણી થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાવી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિના ચૂંટણી થાય તે માટે ઓનલાઈન માટે પ્રયત્ન કરનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. અને આ ચૂંટણીનાં ઇન્ચાર્જ તરીકે રાજભા ઝાલાનાં નામની જાહેરાત પણ તેમણે કરી છે.

ડ્રગ્સ મામલે ઈસુદાને કહ્યું હતું કે, ગુજરાત સરકારના નેતાઓ પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવે છે. ભાજપ દ્વારા દેશના યુવાધનને પતાવી દેવા માટે આ દુષણનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે. સાથે ગુજરાત દરિયાઈ સુરક્ષા પર આકરા પ્રહાર કરતા 1600 કીમી દરિયાઈ સીમામાં સુરક્ષાનો અભાવ હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. આ તકે તાત્કાલિક તપાસ એજન્સીઓને એલર્ટ  કરી તપાસ કરવાની સલાહ આપી આવનારા સમયમાં નેતાઓ સામે તપાસ નહીં થાય તો ગુજરાત માટે આકરા દિવસો હોવાની ચેતવણી પણ ઈસુદાને આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud