વોટ્સએપ હેલ્પલાઇન સેવા દ્વારા અરજદાર ઘેરબેઠાં ફરિયાદ નોંધાવી શકે છે
અરજદારને યુનિક અરજી નંબર આપવામાં આવશે, જેથી તે પોતાની અરજીનો ફોલોઅપ લઇ શકે
આ પહેલા પણ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા જિલ્લા પંચાયતની બેઠકો પેપરલેસ કરવા માટેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે
WatchGujarat. જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વધુ એક ડીજીટલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જિલ્લાનાં લોકો માટે પેપરલેસ ફરિયાદ કરી શકે તે માટે લાગુ કરાયેલી આ સિસ્ટમ દ્વારા જિલ્લાનાં કોઈપણ ગામનાં લોકો ઘેરબેઠાં વોટ્સએપ દ્વારા તેની ફરિયાદ સીધી DDO સુધી પહોંચાડી શકશે. આ માટે ખાસ હેલ્પલાઈન નંબર 02812477008 જાહેર કરાયા છે. આ નંબર ઉપર ફરિયાદ કરતાની સાથે જ અરજદારને યુનિક અરજી નંબર મળશે. ફરિયાદનાં નિકાલ બાદ અરજદારને જિલ્લા પંચાયત વોટ્સઅપનાં માધ્યમથી જાણ કરશે. આ નંબર પર ફરિયાદ સિવાય જિલ્લાના લોકો સૂચનો પણ મોકલી શકશે. ગુજરાતમાં આ પ્રકારની હેલ્પલાઇન શરૂ કરનાર એકમાત્ર રાજકોટ જિલ્લા પંચાયત છે.
જિલ્લા પંચાયતની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, સામાન્ય માણસને અત્યારે કોઈ ફરિયાદ કરવી હોય કે કોઈ અરજી આપવાણી હોય કે કોઈ માર્ગદર્શન જોતું હોય, ત્યારે ક્યાં અને કોનો સંપર્ક કરવું માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને તે સિવાય કદાચ અરજી કે ફરિયાદનો હલ પણ સમયસર મળતો નથી. આ માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આજથી એક વોટ્સએપ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.
વોટ્સએપ હેલ્પલાઇન સેવા દ્વારા અરજદાર ઘેરબેઠાં ફરિયાદ નોંધાવી શકે છે. અરજદારને યુનિક અરજી નંબર આપવામાં આવશે. જેથી તે પોતાની અરજીનો ફોલોઅપ લઇ શકે. એટલું જ નહીં અરજીનાં નિકાલ પછી જિલ્લા પંચાયત દ્વારા અરજદારને વોટ્સએપનાં માધ્યમથી જ તેની જાણ પણ કરવામાં પણ આવશે. ફરિયાદ સિવાય પણ લોકો કોઈપણ પ્રકારની સલાહ અને સુચન પણ આ નંબર પર મોકલી શકશે. જેને લઈ હવે લોકોને ફરિયાદ કે રજુઆત માટે કચેરીનાં ધક્કા ખાવા નહીં પડે અને કાગળનો ઉપયોગ ઘટશે. નોંધનીય છે કે આ પહેલા પણ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા જિલ્લા પંચાયતની બેઠકો પેપરલેસ કરવા માટેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે.