• તા.7 એપ્રિલ,2022થી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ થશે.
  • તા.31મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર
  • મહિલા મિલ્કતધારકોને વધારાના 5% વળતર મળશે

WatchGujarat.એડવાન્સ મિલ્કત વેરો ભરતા રાજકોટ વાસીઓ માટે ખુશીના સમાચાર છે. જે લોકો એડવાન્સ મિલ્કત વેરો ભરપા માટે ઇચ્છુક હોય તેના માટે તંત્ર દ્વારા એક ખાસ યોજના બનાવવામાં આવી છે. રાજકોટમાં એડવાન્સ મિલ્કત વેરો ચૂકવવારને વળતર મળશે. જી. હા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વળતર યોજનાનો શુભારંભ આવતી કાલથી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ તા.7 એપ્રિલ,2022થી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ થશે. 2022-23ના વર્ષમાં તા.31મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કતધારકોને વધારાના 5% વળતર (15%) અને તા.1 થી 30 જૂન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 5% અને મહિલા મિલ્કતધારકને 10% વળતર આપવામાં આવશે.

ઓનલાઇન વેરો ભરપાઇ કરનાર મિલ્કત ધારકોને વિશેષ 1% વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% તેમજ 40%થી વધારે ડીસેબિલીટી (શારિરીક અશક્ત) હોય અને તેવા રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે.

અત્રે ઉલ્લખેનિય છે કે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આ જાહેરાત કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners