રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા
વરસાદને અઠવાડિયુ થયા બાદ ધારાસભ્ય કોટડા સંગાણી તાલુકાના નોંધણચોરા ગામની મુલાકાતે જતા સ્થાનિકો રોષે ભરાયા
ગ્રામજનોએ ધારાસભ્ય સાગઠિયાને ઘેરી લીધા હતા. અને કહ્યું હતું કે, અત્યાર સુધી ક્યાં ગાયબ હતા ?
WatchGujarat. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા પૂરગ્રસ્ત થયેલ ગામોની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સહાય પાણી સહિતનાં મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્યનો ઊધડો લીધો હતો. વરસાદને સપ્તાહ વીત્યા બાદ ધારાસભ્ય મુલાકાતે જતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવાઈ હતી. અને નોંધણચોરા ગામનાં લોકોએ ધારાસભ્યને એમ પણ પૂછ્યું હતું કે, અત્યાર સુધી કયા ગાયબ થઈ ગયા હતા?
https://youtu.be/kGCBLDZoYm0
રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ભારે વરસાદના કારણે અસર થયેલ ગામોની મુલાકાતે પહોંચતા લોકોએ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા ઉપર આક્રોશ ઠાલવ્યો હતો. વરસાદને અઠવાડિયુ થયા બાદ ધારાસભ્ય કોટડા સંગાણી તાલુકાના નોંધણચોરા ગામની મુલાકાતે જતા રોષે ભરાયેલા ગ્રામજનોએ સહાય, પાણી સહિતના મુદ્દે ધારાસભ્યને ઉઘાડા લીધા હતા.
નોંધણચોરા ગામે પહોંચતા જ મહિલાઓ સહિતનાં ગ્રામજનોએ ધારાસભ્ય સાગઠિયાને ઘેરી લીધા હતા. અને કહ્યું હતું કે, જવાબદારી લો તમે ત્રણ મહિનાથી આવ્યા નથી. અત્યાર સુધી ક્યાં ગાયબ હતા ? ત્યારે લાખાભાઈએ કહ્યું કે, રાશનનું હું કરાવી દઈશ. ત્યારે ગ્રામજનોએ કહ્યું હતું કે, ન થાય એમ હોય તો નાં પાડી દેજો.. તમે બોલ્યા એ કરો પહેલા..તમારા ગામનું પાણી શરૂ થઈ ગયું છે. તો અમારા ગામનું કેમ નથી થતું ? આ સહિતનાં અનેક સવાલોની છડી વરસાવી હતી. જેને લઈ ધારાસભ્ય તરફથી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.