• વિછીયા તાલુકાના તાલુકા પંચાયત સદસ્યનાં પ્રતિનિધિ ભવાનભાઈ સરવૈયાએ ગામની અંદર ચાલતા પાણી તેમજ ગટર લાઈનનું કામ નબળું થયું હોવાનું જણાયું
  • આરટીઆઈ કરવામાં આવતા જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભારે નારાજ થયા
  • ખાવાનો વારો આવે, પૈસા તમે માંગો અને આરટીઆઈ કરો તો ખાવાનો વારો આવે, આરટીઆઈ કરો તો પણ કાઈ નો થાય – કુંવરજી બાવાળીયા

WatchGujarat. ભાજપનાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી બાવાળીયા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેમનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં બાવળીયા દ્વારા તાલુકા પંચાયાતનાં સદસ્યને આરટીઆઈ મુદ્દે ધમકી આપવામાં આવી રહી છે. અને કુંવરજી ત્યાં સુધી કહે છે કે, આરટીઆઈ કરીશ તો માર ખાવાનો વારો આવશે જોકે આ ઓડિયોક્લિપમાં કેટલી સચ્ચાઈ છે તે બાબત તપાસનો વિષય છે. અને વોચ ગુજરાત આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ ઓડિયોક્લિપ વાયરલ થતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

જાણવા મળતી વિગત અનુસાર વિછીયા તાલુકાના તાલુકા પંચાયત સદસ્યનાં પ્રતિનિધિ ભવાનભાઈ સરવૈયાએ ગામની અંદર ચાલતા પાણી તેમજ ગટર લાઈનનું કામ નબળું થયું હોવાનું જણાયું હતું. તેમજ તેમણે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જો કે તેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવતા જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભારે નારાજ થયા હતા. એટલું જ નહીં ખુલ્લી ધમકી આપી હતી કે, આરટીઆઈ કરીશ તો માર ખાવાનો વારો આવશે. તેની ઓડિયોક્લિપ હાલ ભારે વાયરલ થઈ છે

વાયરલ ઓડિયોક્લિપનાં અંશો

કુંવરજી : એ દરબાર કોણ છે તેને પણ કહેજો કે આ વિસ્તારમાં ખેલ નાંખવનું બંધ કરે અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે..

ભવાનભાઈ : સાહેબ એમાં દરબારે કોઈ નથી કીધું મેં જ રિકવેસ્ટ કરી છે..

કુંવરજી : ચંદ્રસિંહ રાજ સહિતનાંને બોલાવો હું આવું અને ગામ વચ્ચે ચોકમાં મિટિંગ રાખીએ..

ભવાનભાઈ : પ્રથમ આવવાની નાં પાડ્યા બાદ કહે છે કે, હું આવીશ

કુંવરજીભાઈ : ચોકમાં જ રાખવું છે, 42 લાખ રૂપિયા મંજુર કરાવ્યા પછી થતા કામમાં કાઈ નબળું નથી

ભવાનભાઈ : એ સાહેબ નબળું જ છે અઢી ફૂટ ગટર કરવાની વાત હતી તેને બદલે દોઢ ફૂટ કરી છે, હું હવે આરટીઆઈ કરી નાખું

કુંવરજી : તો ખાવાનો વારો આવે, પૈસા તમે માંગો અને આરટીઆઈ કરો તો ખાવાનો વારો આવે, આરટીઆઈ કરો તો પણ કાઈ નો થાય, તમારા ગામનાએ કામ કર્યું છે, તમે રૂપિયા માંગ્યા તેનું રેકોર્ડિંગ પણ આવી ગયું છે

ભવાનભાઈ : સારું વાંધો નહિ રેકોર્ડિંગ ભલે આવ્યું પણ અમારા ગામનાએ કામ નથી કર્યું

કુંવરજી : કોને કર્યું તે હું આવું અને ભેગા થઈએ ત્યારે વાત

Facebook Comments Box

Videos

Our Partners