જંગલેશ્વરનાં ખ્વાઝા ચોક પાસે આવેલી સ્પર્શ નામે લેબોરેટરીમાં લેબોરેટરી સંચાલક ઇર્શાદ ફિરોઝ નકાણી બી.એસ.સી (માઇક્રો) કે ડીએમએલટીની ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતો
પોલીસે નકલી દર્દીને આ લેબોરેટરીમાં મોકલ્યો હતો
આરોપીએ બીસીએનો અભ્યાસ કર્યો હતો અને અગાઉ એક લેબોરેટરીમાં નોકરી કરતો હતો
WatchGujarat. શહેરમાં અવારનવાર નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે એક ડીગ્રી વિના લેબોરેટરી ચલાવતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જંગલેશ્વરમાં ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતા ઇર્શાદભાઈ ફિરોઝ નકાણીને પોલીસે ઝડપી લઇ બ્લડ ટેસ્ટ કરવાનાં મશીન સહિત રૂ.90,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગોઠવેલ છટકામાં આરોપી દર્દીઓનાં લોહી સહિતનાં સેમ્પલો લઇ રિપોર્ટ આપતા રંગેહાથ ઝડપાયો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી 6 મહિનાથી આ ગોરખધંધા કરતો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્વરનાં ખ્વાઝા ચોક પાસે આવેલી સ્પર્શ નામે લેબોરેટરીમાં લેબોરેટરી સંચાલક ઇર્શાદ ફિરોઝ નકાણી બી.એસ.સી (માઇક્રો) કે ડીએમએલટીની ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને પગલે પોલીસ દ્વારા છટકું ગોઠવાયું હતું. જેમાં પીએસઆઇ અંસારી, હેડ કોન્સ્ટેબલ ઝહીરભાઇ તથા કોન્સ્ટેબલ શાંતુબેન અને સોનાબેન મુળિયા સહિતનાં સ્ટાફ દ્વારા ડમી ગ્રાહક મોકલાયો હતો.
પોલીસે નકલી દર્દીને આ લેબોરેટરીમાં મોકલ્યો હતો. અને તે દર્દીએ સીબીસી-સીઆરપી રિપોર્ટ કરાવ્યો હતો. ઇર્શાદ નકાણીએ આ દર્દીનાં લોહીનું સેમ્પલ લઇ રૂ.400 વસૂલ્યા હતા અને થોડીવાર બાદ રિપોર્ટ તૈયાર કરી પોતાની સહી કરી તે રિપોર્ટ દર્દીને આપ્યો હતો. તે સાથે જ PSI અંસારી સહિતની ટીમ લેબોરેટરીમાં પહોંચી ગઇ હતી અને ઇર્શાદ પાસે જરૂરી ડિગ્રી માગતાં જ તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો.
પોલીસનાં જણાવ્યા મુજબ આરોપીએ બીસીએનો અભ્યાસ કર્યો હતો અને અગાઉ એક લેબોરેટરીમાં નોકરી કરતો હતો, અને છ મહિનાથી જંગલેશ્વરમાં પોતાની જ લેબોરેટરી ચાલુ કરી હતી. લેબોરેટરીમાં તે દરેક પ્રકારના ટેસ્ટ કરી રિપોર્ટ તૈયાર કરી દર્દીને આપતો હતો. પોલીસે લેબોરેટરીમાંથી બ્લડ ટેસ્ટ કરવાના મશીન, સ્પિરિટની બોડેલ, બ્લડ કલેક્શનની સીરિંજનો જથ્થો સહિત કુલ રૂ.90380નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.