ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ તેના અમલીકરણમાં કઇ હદે ઢીલાશ વર્તવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે.
બેડલા ગામે દારૂના ગુનામાં બુટલેગરને પકડવા માટે ભાડલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ, કોન્ટેબલ એમ બે પોલીસ કર્મચારી ગયા
બુટલેગરને પકડવા મુદ્દે પરિવારના સભ્યોએ હુમલો કરી માથાકૂટ કરી ટોળે વળી પથ્થર મારો કર્યો
WatchGujarat. રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ઉપર સ્થાનિક લોકોના 15 થી 20 જેટલા મહિલા અને પુરૂષના ટોળાએ ઘેરી લઇ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહિ પરંતુ ટોળા પૈકી કોઇ પીએસઆઇની સર્વિસ રિવોલ્વર ઝુંટવી ફરાર થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પીએસઆઇ અને બે કોન્સટેબલને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ કાફલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બેડલા ગામે દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
https://youtu.be/DQMKSgERYyA
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ તેના અમલીકરણમાં કઇ હદે ઢીલાશ વર્તવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે. અવાર નવાર પોલીસની દારૂબંધીની અમલવારીની પોલ ખુલ્લી પડે તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે હજી પણ એ સિલસિલો યથાવત હોય તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બેડલા ગામે દારૂના ગુનામાં બુટલેગરને પકડવા માટે ભાડલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ, કોન્ટેબલ એમ બે પોલીસ કર્મચારી ગયા હતા.જેમની સાથે બુટલેગરને પકડવા મુદ્દે પરિવારના સભ્યોએ હુમલો કરી માથાકૂટ કરી હતી. જેથી એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વી.સી.પરમાર, હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ કાનાભાઈ, ઇરસાદભાઈ જન્નત ઘટના સ્થળે દોડી ગયા હતા.
પરિવારને સમજાવવા જતા ટોળીએ બોલેરો ગાડી પર પથ્થર મારો કર્યો હતો. ટોળકીએ પાઇપ - ધોકા વડે હુમલો કરતા પી.એસ.આઈ વી.સી. પરમારના હાથના ભાગે ફેક્ચર જેવી ઇજા થવા પામી હતી. ટોળકીના ત્રણ સભ્યોએ ફોજદારને કમરમાંથી રિવોલ્વર કાઢી નાશી છૂટ્યા હતા.ઇજા પામનાર પી.એસ.આઈ વી.સી.પરમાર સહિત ત્રણ કોન્સ્ટેબલને ઇજા થતાં પ્રથમ કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવના પગલે એસ.ઓ.જી, ક્રાઇમ બ્રાંચ, એરપોર્ટ પોલીસ, કુવાડવા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રિવોલ્વર લઈ નાશી છૂટેલા આરોપીની ટોળકી ઝડપી પાડવા માટે નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી.