રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી ફાઈનલ મેચમાં આંધપ્રદેશની કબડ્ડી ટીમને 37-33 થી પરાસ્ત કરી ગુજરાત કબડ્ડી ટીમ ચેમ્પીયન બની
આ વિજય હાંસલ કરવામાં પાટડી તાલુકાના વડગામ ગામના ઠાકોર સુમિતની મહત્વની ભૂમિકા રહી
સુમિતકુમારે ગુજરાત ટીમ વતી શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, ટ્રોફી અને રૂ.41 હજારની નકદ રાશિ મેળવી
સુમિતકુમારના પિતા મનુભાઈ પાટડી તાલુકાના વડગામમાં ચાની કીટલી ચલાવે છે
WatchGujarat. તાજેતરમાં ટોક્યો ખાતે યોજાયેલી ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતે ભાલા ફેંક, હોકી અને વેઈટ લીફ્ટીંગ સહિતની વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સહિતના મેડલો જીતી ભારતનું નામ વિશ્વ ફલક પર ગુંજતુ કર્યું છે. ત્યારે હવે ભારતના યુવાનોમાં ધીમે ધીમે વિવિધ રમતો પ્રત્યે રૂચિ વધી છે. માત્ર શહેરી વિસ્તારોમાં નહી પણ ગ્રામ્ય વિસ્તારોના યુવાનો પણ વિવિધ રમતો પ્રત્યે રૂચી જોવા મળી છે. ત્યારે કેટલાંક ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓએ તો કૂશ્તી અને કબડ્ડી સ્પર્ધામાં નામના પણ મેળવી છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધામાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગુજરાતના પાટડીના વડગામમાં ચાની કીટલી ચલાવતા પિતાના ગરીબ દિકરાએ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ જીતી આ ખેલાડીએ ઈતિહાસ રચ્યો છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી લીગ સ્પર્ધાની ફાઈનલ મેચમાં આંધપ્રદેશની કબડ્ડી ટીમને 37-33 થી પરાસ્ત કરી ગુજરાત કબડ્ડી ટીમે વિજય પોતાના નામે કર્યો હતો. આ વિજય હાંસલ કરવામાં પાટડી તાલુકાના વડગામ ગામના ઠાકોર સુમિતની મહત્વની ભૂમિકા રહી હતી. અગાઉ ભૂતકાળમાં પણ સુમિત ઠાકોર અનેક ટ્રોફી જીતી ચૂક્યો છે. ચાની કીટલી ચલાવતા સુમિતના પિતા મનુભાઈ પુત્રની આ વિરલ સિદ્ધિથી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. સાથે વડગામવાસીઓ પણ સુમિત ઠાકોર માટે ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધા રાજસ્થાનના જયપુર ખાતે યોજાઈ હતી. જેની ફાઈનલ મેચમાં ગુજરાતની કબડ્ડી ટીમનો સામનો આંધપ્રદેશની કબડ્ડી ટીમ સાથે હતો. આ મેચમાં ઠાકોર સુમિતકુમાર મનુભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, ટ્રોફી અને રૂ.41 હજારની નકદ રાશિ મેળવી છે. જેને લઈને સમસ્ત ગુજરાત ગર્વ અનુભવી રહ્યું છે. આ એક ઐતિહાસિક જીત છે. ખુશીની વાત છે કે હવે યુવાનો ધીમે ધીમે રમત ગમતમાં પણ રસ દાખવી રહ્યા છે.