• બિલ્ડરના 21 વર્ષીય પુત્ર ધ્રુવ વસંતભાઇ રામણી (પટેલ)એ ફરિયાદ નોંધાવી
  • ગઇકાલે ગાડી લઇને બહાર ગયા બાદ પરત આવતા તેને જગ્યાએ પાર્ક કરી
  • ત્યાર બાદ રાત્રે કાર પાર્કિંગમાંથી ચોરી થયાનું સામે આવ્યું

WatchGujarat. શહેરનાં જલિયાણ માર્ગ નજીકનાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડરની મોંઘીદાટ ફોર્ચ્યુનર કાર તેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરાઈ જતા માલવીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બિલ્ડીંગમાં સિક્યોરિટી હોવા છતાં કોઈ જાણ ભેદુ આરામથી કાર ચોરી ગયો હતો. ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કાળા કલરનું જાકીટ પહેરીને આવેલો શખ્સ ગણતરીની સેકંડોમાં જ ફોર્ચ્યુનર કાર લઈ ફરાર થતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જેના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલે બિલ્ડરના 21 વર્ષીય પુત્ર ધ્રુવ વસંતભાઇ રામણી (પટેલ)એ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, હું હાલ વિદેશમાં અભ્યાસ કરૂ છુ. મારી માતા કોમલબેનની માલીકીની ગાડી ટોયોટા ફોર્ચુનર જીજે03 એલએમ 1821 નંબરની છે. જેનો ઉપયોગ હું, મારા પિતા અને મારો ડ્રાઇવર સતીષભાઇ ગોંડલીયા એમ ત્રણ વ્યક્તિઓ કરીએ છીએ. ગઈકાલ તા.30-12ના રોજ મે મારી ગાડી મારા ફલેટના પાર્કીંગમાં પાર્ક કરેલ હતી. ગાડીની એક ચાવી અમો ફલેટમાં નીચે સ્ક્યુરીટી ગાર્ડને સાફસફાઇ કરવા આપી હોય તથા બીજી ચાવી અમારા ઘરમાં રાખુ છુ.

ગઈકાલે બપોરના બાર વાગ્યાના સમયે હું મારી ગાડી લઇ બજારમાં ગયેલ હતો અને બજારમાંથી આવી ફરી આશરે પોણા એક વાગ્યા આસપાસ અમારી આ ગાડી અમારા એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં નીચે પાર્ક કરેલ હતી. અને હું મારી ગાડીને લોક કરી મારા ઘરની અંદર જતો રહ્યા બાદ ફરી રાત્રે 10 વાગ્યા આસપાસ બહાર જવા નીકળતા ગાડી પાર્કીંગમાં જોવા મળી નહોતી. બાદમાં આજુબાજુમાં તપાસ કરવા છતાં કયાય અમારી ગાડી જોવામાં નહીં મળતા સીકયુરીટી ગાર્ડને પણ પૂછતાછ કરી હતી. જો કે તેમણે પણ અમારી ગાડી બાબતે કોઇ જાણ ન હોવાનુ જણાવ્યું હતું. હાલ પોલીસે તપાસ કરતા ફોર્ચ્યુનર કોઈ જાણભેદુ લઇ ગયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners