• રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિવારને રૂ. 50 હજારની સહાય જાહેર કરાઈ
  • સહાયની રકમ ઓછી હોવાથી લોકોમાં વ્યાપક વિરોધ, સમાજ સેવકે જાહેરમાં મુંડન કરાવી અનોખો વિરોધ પ્રગટ કર્યો
  • કોરોનામાં સ્વજન ગુમાવનારના પરિવારને 4 લાખની સહાય આપવા સમાજ સેવકની માંગ
  • હાલ મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે માત્ર રૂ. 50 હજારની સહાયને મશ્કરીરૂપ ગણાવી
WatchGujarat.રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિવારને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. જો કે આ રકમ ઘણી ઓછી હોય વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બહુમાળી ચોકમાં સમાજ સેવકે જાહેરમાં મુંડન કરાવી અનોખો વિરોધ પ્રગટ કર્યો હતો. અને ઓછામાં ઓછી રૂ. 4 લાખની સહાય આપવાની માંગ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ વિરલ જાની નામના સમાજ સેવકે આજે શહેરના બહુમાળી ભવન ખાતે જાહેરમાં મુંડન કરાવ્યું હતું. અને કોરોનામાં મૃતકોનાં પરિવારને માત્ર રૂ. 50 હજારની સહાયનાં સરકારનાં નિર્ણયને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિવારને 4 લાખની સહાય આપવી જોઇએ. હાલ મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે માત્ર રૂ. 50 હજારની સહાય મશ્કરીરૂપ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જેણે કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોય તેને 50 હજારની સહાય આપવી ખૂબ જ ઓછી છે. કોઇને બે બાળકો હોય અને 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા હોય તો માત્ર ફી જ 2 લાખ 60 હજાર છે. આથી ઘરનો મોભી ગુમાવ્યો હોય તો 50 હજારમાં ઘરખર્ચ પણ નીકળે નહીં. મોંઘવારીએ માજા મુકી છે ત્યારે સરકારના આ નિર્ણયના વિરોધમાં મેં મુંડન કરાવ્યું છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે મને અનોખી રીતે ઉજવણી કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારે મે જરૂરિયાતમંદ બાળકોને બૂકો આપી હતી અને ઘરે ઘરે જઇને બાળકોને ભણાવી રહ્યો છું.
આ પહેલા 31 બાળકોને ગણિત સિવાયના બધા વિષયો ભણાવતો હતો. અને તેઓને અઠવાડિયાનું ટાઇમટેબલ પણ બનાવી આપતો હતો. મારી પાસે જે ભણવાવાળા છે તેમા મોટાભાગે ધો.7ના બાળકો છે. મારી રજુઆત એટલી છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા જે વાત થઇ હતી, તે અનુસાર કોરોનામાં મૃતકનાં પરિવારને રૂ. 4 લાખની સહાય તાત્કાલિક ચૂકવવી જોઈએ.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud