• ઓમીક્રોનનાં એકસાથે ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી
  • ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલનાં ઓમીક્રોન વોર્ડમાં ખસેડવામાં આવ્યા
  • રાજકોટ શહેરમાં આજે કોરોનાનાં 26 અને જિલ્લામાં 3 સહિત વધુ 29 કેસ નોંધાયા

WatchGujarat. શહેરમાં આજરોજ ઓમીક્રોનનાં સૌપ્રથમ દર્દીના બંને રિપોર્ટ નેગેટિવ આવતા બપોર બાદ રજા અપાઈ હતી. ત્યાં સાંજે વધુ ત્રણ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજે આવેલા ત્રણેય દર્દીઓ પણ આર. કે. યુનિ.નાં વિદ્યાર્થીઓ છે. જો કે તેઓની કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ સૌપ્રથમ પોઝીટીવ આવેલા દર્દીનાં સંપર્કમાં આવતા સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. ઓમીક્રોનનાં એકસાથે ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અને હાલમાં ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ આજે શહેરમાં કોરોનાનાં 26 અને જિલ્લામાં 3 સહિત વધુ 29 કેસ નોંધાયા છે.

આ અંગે સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ watchgujarat.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ દર્દીનાં સંપર્કમાં આવેલા પૈકી શંકાસ્પદ વ્યક્તિઓનાં સેમ્પલ જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં આર. કે. યુનિ. હોસ્ટેલમાં સંપર્કમાં આવેલા અન્ય ત્રણ વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં 1 નેપાળ તેમજ 2 બાંગ્લાદેશના વિધાર્થીઓ છે. હાલ આ ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલનાં ઓમીક્રોન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જો કે હાલ ત્રણેયની તબિયત એકદમ સ્થિર છે. અને ઑક્સિજન કે વેન્ટીલેટર સહિતની કોઈ જરૂરિયાત આ પૈકી કોઈને નહીં હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન સંક્રમિત રાજકોટના પ્રથમ દર્દીની રાજકોટ સિવિલમાં 13 દિવસની સફળ સારવાર બાદ  આજરોજ દર્દીને રજા આપવામાં આવી હતી. તાન્ઝાનિયાથી દુબઈ થઈ રાજકોટ ખાતે આવેલ 24 વર્ષીય વિદ્યાર્થી આર. કે. યુનિવર્સીટીમાં આવ્યો હતો. ગત તા. 15 ડિસેમ્બરના રોજ તેમને કોરોનાના લક્ષણો જણાતા ઓમિક્રોન સસ્પેક્ટ તરીકે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં તેમને જવવલે જ ઉધરસ તેમજ  ગળામાં બળતરાના લક્ષણો જોવા મળ્યા હતાં. દર્દીને ઓમિક્રોન વોર્ડમાં કોવીડ ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવી હતી. તેમજ ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત ઉભી થઈ નહોતી. આજે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા કોરોનામુક્ત થયેલ હોઈ તેમને ઓમિક્રોન ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં કોરોનાનાં વધુ 26 પોઝીટીવ કેસ

મહાનગરપાલિકાની સતાવાર યાદી અનુસાર આજે વધુ 33 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે 33 કેસ પૈકી 07 કેસ રિપીટ થયેલ છે એટલે આજના 26 નવા કેસ છે. અગાઉ પોઝિટિવ આવેલા વ્યક્તિઓનો બીજી વખતનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે રિપીટ ગણાયા છે. આજના 26 દર્દી સહિત શહેરમાં કુલ કેસનો આંકડો 43,030 પર પહોંચ્યો છે. જે પૈકી હાલ 94 જેટલા દર્દી સારવાર હેઠળ છે. બીજીતરફ રાજકોટ જિલ્લામાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જોકે આ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud