ગણતરીની મિનિટોમાં આ જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું
જનરલ બોર્ડ બાદ મનપા શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લએ BU સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા
બોર્ડમાં હોસ્પિટલ માટે અનામત પ્લોટને કોમર્શિયલ કરવાની દરખાસ્ત મુકવામાં આવી
WatchGujarat. આજરોજ મનપાનું પ્રશ્નોતરી વિનાનું જનરલ બોર્ડ યોજાયું હતું. ગઈકાલે જ મેયરે તમામ કોર્પોરેટરો સાથે મળીને આ અંગે નિર્ણય લીધો હતો. જેને લઈને આજના જનરલ બોર્ડમાં કોઈપણ પ્રશ્નોતરી કરવામાં આવી નહોતી. અને વંદેમાતરમ ગાન બાદ જુદી-જુદી દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુ. કમિશ્નર અમિત અરોરાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. ગણતરીની મિનિટોમાં આ જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જો કે આ બોર્ડની બેઠક બાદ ભાજપનાં કોર્પોરેટરે BU સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. બીજીતરફ હોસ્પિટલ માટે અનામત પ્લોટને કોમર્શિયલ કરવાની દરખાસ્ત નામંજૂર થતા કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
જનરલ બોર્ડ બાદ મનપા શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લએ BU સર્ટીફીકેટ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. અને મધ્યમ વર્ગના લોકોને BU મેળવવામાં મુશ્કેલીઓ થતી હોવાનું તેમજ હાઇરાઇઝ ધરાવનાર પૈસાપાત્ર વર્ગનાં લોકો સર્ટિફિકેટને અનુસરે છે કે કેમ ? ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેટલા દિવસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે ? આ સર્ટિફિકેટ આપવા કોર્પોરેશનની વિવિધ શાખા પૈકી કઈ શાખાને જવાબદારી સોંપવામાં આવી ? જેવા સણસણતા સવાલો ઉઠાવ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના કોર્પોરેટર દ્વારા સવાલો ઉઠાવવમાં આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
બીજીતરફ જનરલ બોર્ડમાં હોસ્પિટલ માટે અનામત પ્લોટને કોમર્શિયલ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જો કે આ અંગે કોંગ્રેસનાં વિરોધ બાદ શાસકો દ્વારા આ દરખાસ્ત નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત આજે જનરલ બોર્ડમાં આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.