• દિવાળીના તહેવારોમાં લોકોએ નિયમો, ગાઈડલાઈન એક તરફ મૂકી બિન્દાસ મોજ માણી હતી
  • મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તેમજ બન્ને દર્દીએ વેક્સિનના બેય ડોઝ લીધા છે
  • શહેરમાં આઠ એકટીવ કેસ છે અને તેમાંથી ત્રણ દર્દી દાખલ છે, કોઇની સ્થિતિ ગંભીર નથી – ડો. લલીત વાંઝા

WatchGujarat. શહેરમાં તહેવારો દરમિયાન લોકોએ કરેલી મોજ મોંઘી પડતી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે સતત ત્રીજા દિવસે પણ બે પોઝીટીવ કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે. રાજકોટની યોગી નિકેતન અને પંચવટી સોસાયટીમાં એક-એક કોરોના કેસ નોંધાયાતા ફફડાટ ફેલાયો છે. ઉપરાંત આજે શહેરમાં બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે.

દિવાળીના તહેવારોમાં લોકોએ નિયમો, ગાઈડલાઈન એક તરફ મૂકી બિન્દાસ મોજ માણી હતી, જેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. આજે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝીટીવ નવા 2 કેસ સપાટી પર આવ્યા છે. કાલે પણ રેસકોર્સ રિંગ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં બે કેસ નોંધાયા હતા. આજે અમીન માર્ગ પરની પંચવટી સોસાયટીમાં 20 વર્ષીય યુવતી અને નિર્મલા રોડ પરની યોગી નિકેતન સોસા.માં રહેતા 80 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તેમજ બન્ને દર્દીએ વેક્સિનના બેય ડોઝ લીધા છે. હાલ તેમની તબિયત સ્થિર હોય, હોમ આઇસોલેટ કરાયા છે. બન્ને દર્દીના પરિવાજનો અને સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય, સ્થાનિક સ્તરે જ સંક્રમિત થયા હોવાથી લોકલ લેવલે સંક્રમણ ફેલાયાનું અનુમાન છે. જેથી આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

આરોગ્ય અધિકારી ડો. લલીત વાંઝાએ જણાવ્યું હતું કે શહેરમાં આઠ એકટીવ કેસ છે અને તેમાંથી ત્રણ દર્દી દાખલ છે. કોઇની સ્થિતિ ગંભીર નથી અને તમામ દર્દીએ બંને ડોઝ લીધા છે. તહેવારમાં લોકો ફરવાના સ્થળોએ જઇને પરત આવતા હોય છે. આથી આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટીંગ વધારવા સૂચના અપાઇ છે. શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિવાળીના દિવસોમાં કોરોનાના એકંદરે 9 કેસ નોંધાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud