• રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુને ભેટેલા વ્યક્તિના પરિવારજનોને રૂા.50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી
  • શહેરની ત્રણેય મામલતદાર કચેરીમાં કોરોનાના ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતાં ત્રણેય મામલતદાર કચેરીમાં ફોર્મ લેવા અરજદારોનો ભારે ધસારો
  • રાજકોટ શહેર-જિલ્લામાં બે દિવસમાં 422 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે – જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુ

WatchGujarat. કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરની કલેક્ટર કચેરી ખાતેથી આજથી રૂપિયા 50,000ની સહાયનું વિતરણ શરૂ કરાયું છે. આ માટે હાલ રાજકોટ શહેર અને જિલ્લામાંથી 422 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જે પૈકીનાં કુલ 300 લાભાર્થીઓનાં ડોક્યુમેન્ટની ચકાસણી કરી લીધા બાદ આજે ચુકવણી કરવામાં આવશે. જેમાં લાભાર્થીના બેંક ખાતામાં આ સહાયની ચુકવણી કરવામાં આવશે. હાલ રાજકોટની 3 મામલદાર કચેરી ખાતે ચકાસણી ની કામગીરી ચાલી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુને ભેટેલા વ્યક્તિના પરિવારજનોને રૂા.50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં આજથી સહાયનું ચુકવણું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરની ત્રણેય મામલતદાર કચેરીમાં કોરોનાના ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતાં ત્રણેય મામલતદાર કચેરીમાં ફોર્મ લેવા અરજદારોનો ભારે ધસારો થયો છે.

જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં બે દિવસમાં 422 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જેની ચકાસણી ત્રણેય મામલતદાર કચેરીમાં ચાલી રહી છે. તેમાંથી કુલ 300 જેટલા લાભાર્થીઓનાં ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવ્યા બાદ તમામ લાભાર્થીઓને આજે ઓનલાઈન ખાતામાં રૂપિયા 50,000 જમા કરી દેવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud