• જાણીતા શહીદોની જાણી અજાણી વાતો યુવાનો તેમજ લોકો સુધી પહોંચાડવા માટે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું
  • સમિતીનાં 100થી વધુ લોકોની ટીમ દ્વારા નામી-અનામી કલાકારો સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે
  • વ્‍યવસ્‍થાના ભાગરૂપે પ્રવેશ પાસ જરૂરી છે તેનું મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી વિતરણ શરૂ થઇ ચૂક્‍યું છે

WatchGujarat. વિસરાયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શહેરનાં રેસકોર્સ ખાતે 100 જેટલા કલાકારો દ્વારા વીરાંજલી નાટક યોજાશે, વીરાંજલિ સમિતિ અને સ્‍વ. ચિમનભાઇ શુકલ ટ્રસ્‍ટ દ્વારા તા. 2 એપ્રિલે સાંજે 7 વાગ્‍યાથી શહીદોની સ્‍મૃતિમાં ખાસ ‘વીરાંજલિ’ નાટક યોજાનાર છે. આ અંગેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં વીરાંજલિ સમિતિ અને ટ્રસ્‍ટના આગેવાનો ડો. ઋત્‍વિજ પટેલ, સાંઇરામ દવે, સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પાર્ટીઓ શહીદોના નામે રાજકારણ કરે છે. ત્યારે વિરાંજલી સમિતિ દ્વારા શહીદોની ગાથા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જાણીતા શહીદોની જાણી અજાણી વાતો યુવાનો તેમજ લોકો સુધી પહોંચાડવા માટે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમિતીનાં 100થી વધુ લોકોની ટીમ દ્વારા નામી-અનામી કલાકારો સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. આ કાર્યક્રમમાં સૌને વિનામૂલ્‍યે પ્રવેશ મળશે. જો કે વ્‍યવસ્‍થાના ભાગરૂપે પ્રવેશ પાસ જરૂરી છે તેનું મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી વિતરણ શરૂ થઇ ચૂક્‍યું છે. અન્‍ય વિતરણ સ્‍થળોના નામ હવે પછી જાહેર થશે.

આ અંગે જાણીતા કલાકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે, આ ગુજરાતનો ક્રાંતિવીરો ઉપરનો પ્રથમ મલ્ટી મીડિયા શો છે. જેમાં 1857 થી 1931 સુધીની ક્રાંતિની ગાથા અલગ રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાતના 10 શહેરોમાં પ્રથમ રાજકોટમાં આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 કલાકારો અને સમિતિના 150 જેટલા લોકો દ્વારા દેશભક્તિ ફીલ કરાવવામાં આવશે. અને દેશને આઝાદી અપાવવા માટે શહીદ થનારા શહીદોને યાદ કરી વિસરાયેલા વીરોની વાત મારફત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવનાર છે. આગામી 10 એપ્રિલે કચ્છમાં આ કાર્યક્રમ યોજાશે.

Facebook Comments Box

Videos

Our Partners