ક્રિષ્ના 2019માં ફરીથી નાયરોબીથી ભારત આવી, ત્યારબાદ લોકડાઉન લાગી જતાં પરત જઈ શકી ન હતી
એકાદ વર્ષ પહેલા તેનો ઈન્સ્ટાગ્રામ મારફત જામનગરના જેનીશ પરસાણા સાથે પરિચય થતાં બન્ને લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા
ક્રિષ્ના સાથે પરિચય થતાં તે પણ 150 ફુટ રીંગ રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા મામા સાથે રહેવા લાગ્યો
ક્રિષ્નાએ કૌભાંડ થકી મળેલી રકમમાંથી ત્રણ દિવસ પહેલાં જ પ્રેમી જેનીશને સેકન્ડ હેન્ડ વર્ના કાર રૂ. 9.11 લાખમાં ખરીદી આપી
WatchGujarat. PSI-LRDની પરીક્ષા આપ્યા વિના ભરતીની લાલચ આપી લાખોની છેતરપીંડી આચર્યાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડની મુખ્ય સુત્રધાર ક્રિષ્ના ભરડવા મૂળ જૂનાગઢના ટીંબાવાડીની વતની છે. મેરેજ બ્યુરો મારફત તેણીએ 2008માં નાયરોબીના સમીપ શાહ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક જ વર્ષ બાદ બન્નના છુટાછેડા થઈ ગયા હતા. ત્યારપછી પણ ક્રિષ્ના નાયરોબી જ રહેતી હતી. તેની પાસે ત્યાંની સીટીઝનશીપ હતી. 2013માં તે ભારત આવી ફરીથી નાયરોબી જતી રહી હતી. લકઝરી લાઈફ જીવવા માટે ક્રિષ્નાએ જેનીશ સાથે મળી કૌભાંડ આચર્યું હોવાનું અને બંને નાયરોબી નાસી જવાના હોવાનું સામે આવ્યું છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, ક્રિષ્ના 2019માં ફરીથી નાયરોબીથી ભારત આવી હતી. ત્યારબાદ લોકડાઉન લાગી જતાં પરત જઈ શકી ન હતી. ત્યારથી જ ક્રિષ્ના રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં રહેતી હતી. એકાદ વર્ષ પહેલા તેનો ઈન્સ્ટાગ્રામ મારફત જામનગરના જેનીશ પરસાણા સાથે પરિચય થતાં બન્ને લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જેનીશ હાલમાં ફોટોગ્રાફી શિખે છે. ક્રિષ્ના સાથે પરિચય થતાં તે પણ 150 ફુટ રીંગ રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા મામા સાથે રહેવા લાગ્યો હતો.
ક્રિષ્નાનાં પ્લાનમાં સામેલ થઈ જેનીશે ઉમેદવારો પાસેથી નાણા ઉઘરાવવાનું કામ શરૂ કર્યુ હતુ. તે અને ક્રિષ્ના મોટી રકમ ઉસેડી હંમેશા માટે નાયરોબી સ્થાયી થવા માગતા હતા. આ માટે બન્નેએ પોતાના પાસપોર્ટ પણ તૈયાર રાખ્યા હતા. ક્રિષ્નાએ કૌભાંડ થકી મળેલી રકમમાંથી ત્રણ દિવસ પહેલાં જ પ્રેમી જેનીશને સેકન્ડ હેન્ડ વર્ના કાર રૂ. 9.11 લાખમાં ખરીદી આપી હતી. જેના દસ્તાવેજો પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત ક્રિષ્ના પાસેથી એકાદ લાખ રૂપિયા રોકડ પણ પોલીસે કબજે કરી છે
ભેજાબાજ ક્રિષ્નાએ ઉમેદવારોને સ્પષ્ટ કહી દીધુ હતુ કે તમારે શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષામાં હાજર રહેવાનું નથી. જો ત્યાં હાજર રહેશો તો તમારા ફોટો ફીંગર આવી જશે અને તમને નાપાસ કરી દેવામાં આવશે. સાથે જ તમારે લેખિત પરિક્ષામાં પણ હાજર રહેવાનું નથી. તમને સીધો ગાંધીનગરથી જોઈનીંગ લેટર મળી જશે. ક્રિષ્નાની આ વાતમાં આવી ગયેલા ઉમેદવારોએ 18 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પુરી કરવાની ક્ષમતા હોવા છતાં દોડની પરીક્ષામાં હાજર રહ્યા નહોતા.
- ક્રિષ્ના 2019માં ફરીથી નાયરોબીથી ભારત આવી, ત્યારબાદ લોકડાઉન લાગી જતાં પરત જઈ શકી ન હતી
- એકાદ વર્ષ પહેલા તેનો ઈન્સ્ટાગ્રામ મારફત જામનગરના જેનીશ પરસાણા સાથે પરિચય થતાં બન્ને લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા
- ક્રિષ્ના સાથે પરિચય થતાં તે પણ 150 ફુટ રીંગ રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા મામા સાથે રહેવા લાગ્યો
- ક્રિષ્નાએ કૌભાંડ થકી મળેલી રકમમાંથી ત્રણ દિવસ પહેલાં જ પ્રેમી જેનીશને સેકન્ડ હેન્ડ વર્ના કાર રૂ. 9.11 લાખમાં ખરીદી આપી