• રાજકોટ થી દિલ્હીની ફ્લાઈટના પાઈલોટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો હોવાનું સામે આવ્યું
  • ફ્લાઈટના પાઈલોટે ટેક ઓફની મંજૂરી વિના જ ઉડાન ભરી લેતા કરાયો સસ્પેન્ડ
  • 30 ડિસેમ્બરે દિલ્હીથી સ્પાઈસ જેટની ફ્લાઈટે સવારે રાજકોટ એરપોર્ટ પર ઉતરણ કર્યું હતુ
  • એર ટ્રાફિક કંટ્રોલરની પરવાનગી બાદ જ વિમાનનું ટેક ઓફ થઈ શકે છે

WatchGujarat. તાજેતરમાં રાજકોટથી દિલ્હીની સ્પાઈસ જેટની ફ્લાઈટના પાયલોટને ડાયરેક્ટર જનરલ ઓફ સિવીલ એવીએશન (DGCA) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાઈલોટે ટેક ઓફની મંજૂરી વિના જ મુસાફરો સાથેની ફ્લાઈટને ઉડાવવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ-દિલ્હી સ્પાઈસ જેટની ફ્લાઈટે મંજૂરી વિના ઉડાન ભરતા પાઈલટ સસ્પેન્ડ

નિયમ અનુસાર કોઈ પણ ફ્લાઈટને રનવે પર જવા અને તે બાદ ઉડાન ભરવા માટે એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ની મંજૂરી જરૂરી બની રહે છે. ફ્લાઈટની ઉડાન માટે વાતાવરણ અનુકુળ છે કે નહિ તેની ચકાસણી બાદ જ એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ફ્લાઈટની ઉડાન માટે પાઈલોટને મંજુરી આપે છે. પરંતુ રાજકોટથી દિલ્હીની ફ્લાઈટના પાઈલોટે ટેક ઓફની મંજૂરી વિના જ ઉડાન ભરી લીધી હતી. મીડિયા અહેવાલ મુજબ ગત ગત તા. 30 મીના સવારે 9.10 વાગ્યે દિલ્હીથી સ્પાઈસ જેટની ફ્લાઈટે રાજકોટ એરપોર્ટ પર ઉતરણ કર્યું. જે બાદ 9.40 વાગ્યે તે ફ્લાઈટ ઉડાન ભરવા માટે રનવે પર પહોંચી. જેમાં ATC ની મંજૂરી હતી. પરંતુ ફ્લાઈટને ટેકઓફનું ક્લીયરન્સ મળ્યું ન હતું.

દિલ્હી DGCA હેડ ક્વાર્ટરને રિપોર્ટ આપ્યા બાદ થઈ કાર્યવાહી

એટીસીનું ક્લીયરન્સ મળ્યું ન હોવા છતાં પાઈલોટે ફ્લાઈટનું ટેકઓફ કરી દિલ્હી પહોંચી જતા આ આકરી કાર્યવાહી થઈ છે. મહત્વનું છે કે પાઈલોટે મંજૂરી વિના ફ્લાઈટ ટેકઓફ કરતા રાજકોટ એરપોર્ટ પરના એટીસી એ દિલ્હી DGCA ને આ અંગે રીપોર્ટ આપ્યો હતો. જે બાદ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી તે સાથે જ DGCA દ્વારા પાઈલોટની પૂછપરછ કરાઈ હતી. જેમાં પાઈલોટને પૂછાયું કે શા માટે મંજૂરી વિના ફ્લાઈટની ઉડાન ભરી. આ સમયે પાયલોટે પોતાની ભૂલ સ્વીકારી હતી.

પાયલોટની એક ભૂલથી મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાઈ જાત

અત્રે ઉલ્લેખનીય છે કે પાઈલોટે રાજકોટ ATC ની મંજૂરીની રાહ જોવાને બદલે ફ્લાઈટ ટેકઓફ કરી દિલ્હી પહોંચાડી દીધી હતી. જો આ સમયે ખરાબ હવામાન હોત તો હજારો મુસાફરોના જીવ પર પણ જોખમમાં મુકાઈ જાત. જેથી જ આકરી કાર્યવાહી સ્વરૂપે પાઈલોટને ઓફડ્યુટી પર મૂકી રોસ્ટરમાંથી હટાવી દેવાયો છે એટલે કે હાલ પૂરતો સસ્પેન્ડ કરી દેવાયો છે. આ સાથે તે થોડા સમય માટે ફ્લાઈટ નહિં ઉડાવી શકે તેવી સજા પણ કરાઈ છે. મહત્વનું છે કે આ ઘટનાની માહિતી રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટરે જાહેર ન કરી મીડિયાથી છુપાવી હોવાનો મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud