સત્તર વર્ષની સગીરા સવારે પાંચેક વાગ્યે ફિનાઇલ પી જતાં તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
સગીરાનાં જણાવ્યા મુજબ તેણીનો પરિવાર અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો અને અને ત્યાં પોતે બ્યુટી પાર્લર ચલાવતી હતી
ધમકી આપ્યા પછી અવાર નવાર મહિલા પડીકા આપી જતી હતી અને અજાણ્યા લોકો આવીને લઇ જતાં હતાં
WatchGujarat. શહેરના યુનિવર્સિટ રોડ પર ભગતસિંહજી ગાર્ડન વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ વહેલી સવારે ફિનાઇલ પી લેતાં તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કરણ અંગેની પૂછપરછ થતા તેણીએ પોતાને ડ્રગ્સ પેડલર મહિલા અને તેનો પાર્ટનર હેરાન કરતાં હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે ગતરાત્રે 11 વાગ્યે ડ્રગ્સ પેડલર મહિલાનો ભાગીદાર ઘરમાં આવી ધમકાવી ગયાનું પણ જણાવ્યું હતું. અને આ કારણે પોતે ફીનાઈલ પીધું હોવાનું જણાવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને તેની આ વાતમાં કેટલુ તથ્ય છે તેની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત અનુસાર, સત્તર વર્ષની સગીરા સવારે પાંચેક વાગ્યે ફિનાઇલ પી જતાં તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફ યુનિવર્સિટી પોલીસમાં એન્ટ્રી નોંધાવી છે. સગીરાનાં જણાવ્યા મુજબ તેણીનો પરિવાર અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો અને અને ત્યાં પોતે બ્યુટી પાર્લર ચલાવતી હતી. અને બે મહિનાથી પરિવાર સાથે હાલના સ્થળે ભાડેથી રહેવા આવી છે. ફીનાઈલ શા માટે પીધું? તે પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે-અમે અગાઉ જ્યાં રહેતાં ત્યાં હું બ્યુટી પાર્લરમાં બેસતી ત્યારે એક મહિલા આવી હતી. તેણે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી હતી અને તેના પર્સમાંથી વસ્તુ કાઢવા મને કહેતાં મેં અંદરથી એક પડીકા જેવું કાઢતાં એ વખતે જ એણે મારો ફોટો પાડી લીધો હતો. એ પછી એ મહિલાએ કહેલું કે હું તને જે પડીકા આપું તે તારે તારા પાર્લરમાં મારા કહેવાથી જે લોકો આવે તેને આપી દેવાના રહેશે. જો તું આવું નહિ કર તો તારો ફોટો મેં પાડી લીધો છે, એ પડીકામાં ડ્રગ્સ છે અને તું પણ હેરાફેરી કરે છે તેવું હું કહી દઇશ.
આવી ધમકી આપ્યા પછી અવાર નવાર તે પડીકા આપી જતી હતી અને અજાણ્યા લોકો આવીને લઇ જતાં હતાં. તેમાં ડ્રગ્સ હોવાનું મને લાગતું હતું. હાલમાં બે મહિનાથી અમે નવા ઘરમાં રહેવા આવી ગયા છીએ. ગતરાતે મારા માતા-પિતા બહાર હતાં. હું અને દાદી એકલા ઘરે હતાં. એ વખતે રાત્રીના અગિયારેક વાગ્યે એક છોકરો મારા ઘરમાં ઘુસી ગયો હતો. તે ડ્રગ પેડલર મહિલાનો પાર્ટનર હતો. તેણે મને પાર્સલ પાછળના ભાગે પહોંચાડી દેવા કહેતાં મેં ના પાડી હતી. જેને લઈ તેણે મને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દાદીમાં જાગી જતાં તે ભાગી ગયો હતો.
ઘટનાને કારણે ગભરાઇ જઈ આખી રાત મુંજવણમાં રહ્યા બાદ સવારે ફિનાઇલ પીધુ હોવાનું તેણીએ કહ્યું છે. જો કે સગીરાની આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને સગીરાની આ કથનીમાં કેટલું તથ્ય છે? ખરેખર ડ્રગ પેડલર મહિલા કોઇ છે કે કેમ? શા માટે તેણીને હેરાન કરે છે? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. આ ઉપરાંત રાત્રે અગિયાર વાગ્યે ઘરમાં આવેલો છોકરો કે યુવાન કોણ? એ મુદ્દે પણ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.