• ભોજપરા અને બિલાયાળા વચ્ચે જ એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરુણ મોત નિપજ્યા
  • અન્ય બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદી સામે આવી ગઈ હતી
  • સામેથી આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત થયો

WatchGujarat. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે રક્તરંજિત બન્યો છે. જેમાં ભોજપરા અને બિલાયાળા વચ્ચે જ એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદી સામે આવી ગઈ હતી. અને સામેથી આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગતો અનુસાર, રાજકોટથી ગોંડલ તરફ એક કાર પુરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક આ કારનું ટાયર ફાટતા કાર ફંગોળાઈને ડિવાઈડર કૂદી ગઈ હતી. એટલું જ નહીં આ કાર રોંગ સાઈડમાં ઘૂસી સામેથી આવતી એસટી બસ સાથે અથડાતા મોટો ધડાકો થયો હતો. જેને પગલે ટ્રાફિકજામ થઈ જતા લોકોનાં મોટા ટોળાં ઊમટી પડ્યાં હતાં. અકસ્માતમાં કારની ઉપરનો આખો ભાગ નીકળી જતા કારનો બુકડો બોલી ગયો હતો.

કાર અને બસની જોરદાર ટક્કરનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની સાથે પોલીસ અને 108ને પણ જાણ કરી હતી. આ જાણ થતાં જ 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ તેમજ ગોંડલ તાલુકા પોલીસ પણ દોડી ગઈ છે. અને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ બે ઇજાગ્રસ્તોને 108 મારફત પ્રથમ ગોંડલ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવીને પરિવારને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud