રાજકોટ શહેરમાં સાડા 11 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે
રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર અમિત અરોરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઈમરજન્સી નંબરો શેર કર્યા
છેલ્લા બે દિવસથી રાજકોટમાં ધોધમાર 11 ઇંચ વરસાદ પડી જતાં રાજકોટના માર્ગો પર જાણે નદી વહેવા લાગી
વરસાદના પગલે ફસાયેલા લોકોનનું રેસ્ક્યૂ-ઓપરેશન તેમજ સ્થળાંતરની કાર્યવાહી શહેરના ફાયર અને પોલીસ વિભાગે હાથ ધરી
WatchGujarat. રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરી બેટિંગ સારૂ કરી છે. ત્યારે ભાદરવા મહિનામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. જેમાં મેઘરાજાએ રાજકોટ જિલ્લાને બાનમાં લીધું છે. રાજકોટ શહેરમાં સાડા 11 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. રાજકોટ શહેર આખું જળબંબાકાર બની ગયું છે. ત્યારે તંત્ર દ્વારા રાજકોટવાસીઓને બચાવવાની કામગીરી હાથ ધરી છે. શહેરમાં ગઈ કાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જે બંધ થવાનું નામ જ નથી લેતો. એવામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો હાલત ખૂબ જ કફોડી બની છે. જેથી જોખમી વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
https://twitter.com/arora2k21/status/1437332193462816770?s=08
આજે વરસાદના કારણે રાજકોટ શહેર આખું જળબંબાકાર બની ગયું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર અમિત અરોરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઈમરજન્સી નંબરો શેર કર્યા છે. ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં કોઈપણ સ્થળે વધારે પાણી ભરાયું હોય કે કોઈનું રેસ્ક્યુ કરવાનું હોય તેના માટે આ ઈમરજન્સી નંબરો શેર કરાયા છે. જેથી કરીને બચાવકામગીરીમાં મદદ મળી શકે. આ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોસ્ટ કરતાં મહાનગરપાલિકાના કમિશ્નર અમિત અરોરા લખ્યું કે, શહેરના તમામ નાગરિકો માટે મહત્વની જાણકારી RMC Flood Control Room : પાણી ભરાવાના મુદ્દાઓ માટે આ નંબરોનો સંપર્ક સાધવો 0281-2225707, 0281-2228741 તેમજ RMC ફાયર કન્ટ્રોલ રૂમ : બચાવ કાર્ય માટે આ નંબરોનો સંપર્ક સાધવો 0281-2227222, 0281-2250103,104,105,106,107,108,109 અને 0281-2236183.
છેલ્લા બે દિવસથી રાજકોટમાં ધોધમાર 11 ઇંચ વરસાદ પડી જતાં રાજકોટના માર્ગો પર જાણે નદી વહેવા લાગી હતી. જેના પગલે શહેરની તમામ સ્કૂલોને બંધ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા હતો. વરસાદના પગલે ફસાયેલા લોકોનનું રેસ્ક્યૂ-ઓપરેશન તેમજ સ્થળાંતરની કાર્યવાહી શહેરના ફાયર અને પોલીસ વિભાગે હાથ ધરી છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓ સ્થળ પર તહેનાત છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે શહેરના રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાયાં છે. રાજકોટના રસ્તા પર જાણે દરિયો ઘુઘવાટા કરતો હોય તેવા પાણીનાં મોજાં ઊછળી રહ્યાં છે.