• ઇમરાન સિદિક નવીવાલા પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને ગત મેં-૨૦૧૩ માં ધોરાજી તાલુકાના ઉદકિયા ગામે લઈ જઈ મોલાના સમક્ષ રજુ કરી નીકાહ થઈ ગયા હોવાનુ જણાવી દીધું –  પીડિતા
  • થોડા સમય પહેલા આરોપી પતિએ ફરિયાદી મહિલાની આગલા ઘરની દીકરીને પણ શારીરિક અડપલા કર્યા હતા
  • ઇમરાન પત્ની તરિકેનો દરજ્જો ન આપતા અને શારીરિક – માનસિક યાતના આપતા મહિલાએ પોતાનું જીવન ટૂંકાવવા પણ પ્રયત્ન કર્યો હતો

WatchGujarat. સરકાર અને તંત્ર દ્વારા મહિલા સુરક્ષા માટે અનેક કામો થતા હોવાના દાવાઓ અવારનવાર થતા હોય છે. પરંતુ હકીકત તેનાથી ઘણી અલગ છે. ત્યારે આવા તમામ દાવાઓને પોકળ સાબિત કરતી ઘટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપી 8 વર્ષ સુધી મહિલાનું શોષણ કર્યા બાદ તરછોડી દેવામાં આવી હતી આ અંગે મહિલાએ સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ તરફથી કોઈ હકારાત્મક જવાબ મળવો તો દૂર ફરિયાદ પણ લેવામાં આવી નહોતી. જેને લઈને આખરે પીડિતાએ કોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. તેમજ કોર્ટનાં આદેશ બાદ ફરિયાદ નોંધી ધોરાજી પોલીસે આ કામના આરોપીને ઝડપી લેવા તપાસ આદરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના ધોરાજીમાં એક યુવકે મહિલાને લગ્ન કરવાના વાયદાઓ આપીને આઠ વર્ષ સુધી શોષણ કર્યા બાદ તરછોડી હતી. આ અંગે પીડિતાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ધોરાજીનો ઇમરાન સિદિક નવીવાલા પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને ગત મેં-૨૦૧૩ માં ધોરાજી તાલુકાના ઉદકિયા ગામે લઈ જઈ મોલાના સમક્ષ રજુ કરી નીકાહ થઈ ગયા હોવાનુ જણાવી દીધું હતું. બાદમાં ઇમરાન વારંવાર પતિ તરીકે આવી અને મારકૂટ કરી બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.

થોડા સમય પહેલા ફરિયાદી મહિલાની આગલા ઘરની દીકરીને પણ શારીરિક અડપલા કર્યા હતા. તેને આવું ન કરવાં ટકોર કરતા ઇમરાન ઉગ્ર બની જતો હતો. ત્યારે આ ઇમરાન પત્ની તરિકેનો દરજ્જો ન આપતા અને શારીરિક – માનસિક યાતના આપતા મહિલાએ પોતાનું જીવન ટૂંકાવવા પણ પ્રયત્ન કર્યો હતો. બાદમાં દીકરી સમાન નાની બાળકી ઉપર ખરાબ દ્રષ્ટિ નાખતા ભોગ બનનાર મહિલાએ પ્રથમ ધોરાજી પોલીસમાં ફરિયાદ કરી હતી. અને ત્યાં ગુનો નહીં નોંધાતા મહિલા જેતપુર ડી.વાય.એસ.પી. કચેરી પહોંચી હતી. જો કે ત્યાં પણ  ન્યાય ન મળતાં અંતે આ મહિલાએ ધોરાજી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

હાલ કોર્ટ દ્વારા હુકમ કરાતા ધોરાજી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જેમાં આ અંગે ધોરાજી નામદાર કોર્ટે ધોરાજી પોલીસને ગુનો દાખલ કરવા માટેનો હુકમ બજાવતા ધોરાજી પોલીસે ઇમરાન સિદિક નવીવાલા સામે આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૭૬(૨), (એન), ૩૫૪ (એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે અત્યાચાર કરનાર હજુ પોલીસ પકડથી દૂર પણ સામે આવ્યું છે. જો કે આવા ગંભીર અને સંવેદનશીલ કિસ્સામાં જે રીતે મહિલાને કોર્ટનો સહારો લેવો પડ્યો છે, તેને લઈને નારી સશક્તિકરણ સહિતની સરકારી કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud