પ્રાથમિક તપાસમાં આરોપી ડોક્ટર આ માટે રૂ. 10થી 15 હજાર વસુલતો હોવાનું સામે આવ્યું
પોલીસે ડોક્ટર અને ગર્ભ પરીક્ષણ કરાવનાર મહિલા તેમજ એક નર્સ સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા
પીસીએન્ડ પીએનપીટી એક્ટ 1994ની કલમ 3, 4, 5, 6,18, 23, આઇપીસી 114 મુજબ ગુનો નોંધી ચારેયને સકંજામાં લીધા
Watchgujarat.શહેરની બી. ટી. સવાણી હોસ્પિટલ નજીક ચાલતા ગેરકાયદેસર ગર્ભપરીક્ષણનાં કૌભાંડનો પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો છે. પોલીસે ભાવનગર રોડ પર રહેતાં BHMS ડોક્ટર, ભરવાડ યુવાન, ધોરાજીના નર્સિંગ-કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતાં પીંજારા શખ્સ તથા થાનથી ગર્ભ પરિક્ષણ કરાવવા આવેલી સગર્ભા મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ડોક્ટર આ માટે રૂ. 10થી 15 હજાર વસુલતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ડોક્ટર અને ગર્ભ પરીક્ષણ કરાવનાર મહિલા તેમજ એક નર્સ સહિત ચાર શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, યુનિવર્સિટી રોડ પર બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ શિવશક્તિ કોલોનીનાં મકાનમાં સગર્ભા મહિલાનું પોર્ટેબલ સોનોગ્રાફી મશીન દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેને આધારે મ્યુનિ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રઠોડને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ચાર્જેબલ સોનોગ્રાફી મશીન તથા સફેદ રંગનો પ્રોબ કેબલ, ચાર્જીંગ કેબલ રૂા. 2 લાખ, જેલની બોટલો, સ્ટેથોસ્કોપ મશીન, રોકડા રૂા. 10 હજાર, ઓપો કંપનીનો ફોન, આઇફોન 12 પ્રો મેક્સ, વીવી ફોન મળી કુલ રૂા. 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ ફરિયાદી બન્યા હતા. તેમની ફરિયાદને આધારે પોલીસ દ્વારા ભાવનગર રોડ આજીનગર-3માં રહેતાં BHMS ડોક્ટર મુકેશ ઘોઘાભાઇ ટોળીયા તથા ધોરાજી રહેતાં અને હાલ ડ્રાઇવીંગ કરતાં તેમજ અગાઉ નર્સિંગનો અને કમ્પાઉન્ડરનો લાંબો અનુભવ મેળવી ચુકેલા અવેશ રફિકભાઇ પીંજારા તથા ગર્ભ પરિક્ષણ કરાવવા માટે આ બંને પાસે આવેલી મહિલા નયનાબેન ચેતનભાઇ નાગજીભાઇ વણીસીયા અને એક નર્સ સામે પીસીએન્ડ પીએનપીટી એક્ટ 1994ની કલમ 3, 4, 5, 6,18, 23, આઇપીસી 114 મુજબ ગુનો નોંધી ચારેયને સકંજામાં લીધા છે.
વધુમાં પોલીસે જણાવ્યા મુજબ, ડો. મુકેશ ટોળીયા અને અવેશ પિંજારા પાસે ગાયનેકને લગતી મેડિકલની ડિગ્રી ન હોવા છતાં થાનના નયનાબેનને ગર્ભ પરિક્ષણ માટે બોલાવ્યા હતાં. ડો. મુકેશ ટોળીયાનો મિત્ર લાલજી યુનિવર્સિટી રોડ પર બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ શિવશક્તિ કોલોની બ્લોક નં. 204માં ભાડાના મકાનમાં સગર્ભાને ગર્ભ પરિક્ષણ માટે બોલાવી હતી. મહિલાએ પરિક્ષણ માટે રૂા. 10 હજાર ફી નક્કી કરી હતી. કોઇ વચેટીયા મારફત ડો. મુકેશ અને કમ્પાઉન્ડર અવેશનો આ મહિલાએ સંપર્ક કર્યો હતો. અને આ ત્રણેય એકઠા થતા જ પોલીસ ત્રાટકી હતી.
પોલીસ તપાસમાં ડો. મુકેશ ટોળીયા નેપાળથી પોર્ટેબલ સોનોગ્રાફી મશીન ત્રણેક લાખમાં ખરીદી લાવ્યો હતો અને ઇન્ટરનેટની મદદથી સોનોગ્રાફી શીખી લીધી હતી. છેલ્લા ચાર પાંચ મહિનાથી તે ફરતો ફરતો અને ફોન પર કામ મળે એ રીતે ગર્ભ પરિક્ષણ કરી આપતો અને અવેશ ગ્રાહકો શોધી આપવામાં અને નર્સિંગને લગતાં કામમાં મદદરૂપ થતો હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રાહક પાસેથી પંદર હજાર લેવાય તો અવેશને પાંચ અને દસ હજાર લેવામાં આવે તો અવેશને ત્રણ હજાર કમીશન મળતું હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અવેશ પીંજારા અગાઉ પણ તાલુકા પોલીસની હદમા અવળાધંધા કરતાં એસઓજીની ટીમ દ્વારા ઝડપાઇ ચુક્યો છે. તો ડો. મુકેશ ટોળીયાએ પોતે ગાયનેકોલોજીસ્ટ ન હોવા છતાં નેપાળથી સોનોગ્રાફીનું મશીન ખરીદ્યું હતું. અને મશીનનું કે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું. ગર્ભ પરિક્ષણ કરાવવું એ પણ ગુનો બનતો હોય થાનની મહિલાને પણ આરોપી બનાવીને તમામની અટકાયત કરી વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. પરિક્ષણ બાદ કોઇને ગર્ભપાત કરાવવો હોય તો પણ ડો. મુકેશ અને તેના મળતીયા કરાવી આપતાં હોવાનું બહાર આવી રહ્યું હોવાથી અન્યોની સંડોવણી ખુલવાની પણ શક્યતા છે.