• રાજકોટમાં તંત્રના ગેરવહીવટનો કિસ્સો સામે આવ્યો છે
  • પાલિકા સંચાલિત પાર્કિંગમાં પાવતીમાં લખ્યા કરતા વધારે પૈસા વલુસાતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી લીધો
  • પાર્કિંગનાં કોન્ટ્રાક્ટરો મનપાની મીઠી નજર હેઠળ ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી

WatchGujarat. શહેરમાં પાર્કિંગનાં નામે ઉઘાડી લૂંટ ચાલતી હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં સર્વેશ્વર ચોક ખાતે વાહન પાર્કિંગનાં રૂ.20 લઇ રૂ.5ની રસીદ અપાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. મનપા સંચાલિત આ પાર્કિંગમાં રસીદમાં લખેલા રૂપિયા કરતા વધુ લેવાતા હોવા અંગેનો વિરોધ કરતા જાગૃત નાગરિકને જવાબ મળ્યો કે રસીદ બદલાવવા કોર્પોરેશનમાં અરજી કરી છે. પાર્કિંગ ચાર્જ તો રૂ.20 જ આપવો પડશે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શનિવારે જાગૃત નાગરિક યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં કાર પાર્કિંગ માટે પહોચે છે. જ્યાં 20 મિનીટ કાર રાખ્યા બાદ એક યુવાન આવે છે અને રૂ. 20આપવાના તેવું કહે છે. જોકે રસીદમાં રૂ. 5 લખ્યા હોય જાગૃત નાગરિક રૂ. 5 જ આપીશ તેવું કહે છે. દરમિયાન અન્ય યુવાન આવે છે અને 15 મિનીટ કાર રાખવાનું કહે છે તો તેની પાસેથી રૂ.20 લઇ રૂ.5ની રસીદ આપવામાં આવે છે.

જોકે આ યુવાન રસીદમાં રૂ.5 લખ્યા હોવાથી રૂ.5 જ આપીશ તેવો આગ્રહ રાખે છે. દરમિયાન આ યુવાનની રૂ 5 આપવાની જીદ અંગે ફરજ પરનો કર્મી કોઈને ફોન કર્યા બાદ કહે છે કે હવે રૂ. 10 આપો. જે બાદ પણ જાગૃત નાગરિકે રસીદમાં લખ્યા તેટલા રૂ.5 આપવાનો આગ્રહ રાખતા કર્મચારી કહે છે કે, કઈ નથી જોઈતું જવા દો, અને હવે બીજી વખત અહી વાહન પાર્ક નહીં કરતા.

આ વિડીયો વાયરલ થતા લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને પાર્કિંગનાં કોન્ટ્રાક્ટરો મનપાની મીઠી નજર હેઠળ ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે હવે આ વિડીયો સામે આવ્યા બાદ મહાનગરપાલિકાનાં અધિકારીઓ આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ક્યારે અને કેવા પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud