જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પુલ પર કેડ સમું પાણી ફરી વળ્યું
અચાનક ધસમસતા પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો
ગઈકાલે પણ પોપટપરાનાં નાલામાં પહેલા સ્કૂલ-બસ ફસાઇ હતી
WatchGujart. શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. જેને લઈને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે આજે મોટામવાના બેઠા પુલ પર એક બાઇકસવાર યુવક તણાયો હતો. જો કે સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી રેસ્ક્યુ કરી તેને બચાવી લેવાયો હતો. પરંતુ આ યુવકનું બાઈક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને લઈને બાઇકની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજીતરફ લાલપરી નજીકનાં બેઠા પુલ પર એક રિક્ષા ફંસાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે સ્થાનિકો દ્વારા તેને પણ બહાર કાઢવામાં આવી હતી.
https://youtu.be/ao-O6wPYq1s
જાણવા મળતી વિગત અનુસાર જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પુલ પર કેડ સમું પાણી ફરી વળ્યું હતું. મોટામવા ગામ જવા માટે આ એક જ પુલ છે, આથી લોકો દર વર્ષે પરેશાન થાય છે. ત્યારે આજે આ પુલ પરથી એક યુવક બાઇક સાથે પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક ધસમસતા પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો હતો, આથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધો હતો. જ્યારે બાઇકને બહાર કાઢવા માટે લોકોએ રેસ્કયૂ- ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ હજી સુધી બાઇક હાથ લાગ્યું નથી. આ બેઠાપુલ પર મોટો પુલ બનાવવા લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં વર્ષોથી આ પ્રશ્ન એમને એમ જ લટકી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પોપટપરાનાં નાલામાં પહેલા સ્કૂલ-બસ ફસાઇ હતી, જેમાં ડ્રાઇવર, મહિલા સહિત 3 વ્યક્તિ સવાર હતી, જેને સ્થાનિક યુવકોએ બચાવી લીધાં હતાં. બાદમાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં નાળું પાર કરવા સાઇકલ સાથે પાણીમાં ઊતર્યો હતો, જોકે પાણીના પ્રચંડ પ્રવાહ સામે તે સાઇકલ સાથે જ પડી ગયો હતો. આ યુવાન સામેની બાજુ માંડ માંડ જીવ બચાવીને નીકળ્યો હતો.