WatchGujarat. સોશિયલ મીડિયામાં પીજીવીસીએલના એમ ડી વરૂણકુમાર બરૂનવાલાના નામે એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓના નામે કોઈક વ્યક્તિ બાબરાના પીજીવીસીએલના કર્મચારીને ધમકાવી રહ્યો છે. કથિત કૌંભાડને લઇને કથિત વ્યક્તિ દ્રારા મનીષ પંડ્યા નામના કર્મચારીને બિભસ્ત ગાળો આપીને કચ્છમાં બદલી કરી આપવાની ધમકી આ ઓડિયોક્લિપમાં અપાઈ રહી છે. જોકે ઓડિયો વાયરલ થયાં બાદ એમ ડી વરૂનકુમારે ઓડિયોક્લિપમાં તેનો અવાજ નહીં હોવાનું અને મનિષ પંડ્યા દ્રારા જ ખોટી રીતે આ ઓડિયોક્લીપ ઉપજાવી કાઢવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
કથિત ઓડિયોક્લિપની વાતચીતનાં અંશો
મનીષ: હેલ્લો
કથિત વ્યક્તિ: હેલ્લો
કથિત વ્યક્તિઃ પંડ્યા બોલે?
મનીષ: હા કોણ?
મનીષ: કોણ બોલો?
કથિત વ્યક્તિઃ એમ.ડી બોલું
મનીષ: હા બોલો બોલો સાહેબ
કથિત વ્યક્તિઃ છાપામાં બહુ આવે છે
મનીષઃ હે
કથિત વ્યક્તિઃ છાપામાં બહૂ આવે છે.
મનીષ: છાપામાં મેં અગાઉ આપેલું છે તે જ છે.
કથિત વ્યક્તિ: પાછું કાલે આવ્યું છે ને
મનીષ: હે..
કથિત વ્યક્તિ: હું હું શું કરશ સાંભળતો નથી( ગાળ બોલે છે.)
મનીષ: હલો.સાંભળું જ છું,બોલો બોલો
કથિત વ્યક્તિ: તને કોઇ દુખાવો નથી ને,દુખાવો હોય તો રાજકોટ આવી જા
મનીષ: રૂબરુ જ આવ્યા હતા આપ સાહેબ ન તા મળ્યા,અમે મેડમને રજૂઆત કરી હતી.
કથિત વ્યક્તિ: છાપામાં શું વારંવાર આપશ,(ગાળ બોલે છે,)
મનિષ: છાપામાં મેં નથી આપ્યું સાહેબ અમે તો રજૂઆત છેને રાઇટીંગમાં આપેલી છે અને સંસ્થા માટે આપેલી છે,ઓન રેકોર્ડ ફરિયાદ છે.
કથિત વ્યક્તિ: (ગાળ બોલીને)તું જ આપે છે મને ખબર છે
મનીષ: હે,.
કથિત વ્યક્તિ: મને ખબર છે તું જ ઇ સળી કરશ(ગાળ બોલે છે)
મનીષ: સાહેબ ગાળો બાળો કે ઓલું કઇ કરવાનો અર્થ નથીહો સાહેબ કેમ કે આજે અમે જે આપ્યું છે એ બધુ રેકોર્ડ સાથે વિજીલન્સમાં ફરિયાદ આપેલી છે.અમારી ફરિયાદના આધારે માહિતી તૈયાર થઇ છે,જવાબદાર સામે પગલાં ભરાણા નથી,અમારી સામે બધા નિર્દોષ સામે કાર્યવાહી થયેલ છે.
કથિત વ્યક્તિ: (ગાળો બોલે છે) તું ક્યાં એવો મોટો અધિકારી કે કર્મચારી હતો
મનીષ: બોર્ડની કઇ નથી સાહેબ અમે જવાબદારી પૂર્વક આપને લેખિત આપેલ છે.
કથિત વ્યક્તિ: તું તારી નોકરી કર બીજું કઇ(ગાળો બોલીને)નહીતર ટ્રાન્સફર થઇ જાહે કચ્છ-બચ્છમાં
મનીષ: અરે સાહેબ જો એમ નહી એટલે ધમકીને મતલબ એમ જે છે એ ઓનપેપર સંસ્થાના લેટરપેડ પર આપેલું છે અને બધા રેકોર્ડની માહિતી છે
કથિત વ્યક્તિ: પેપર ગયા (ગાળ બોલે છે)મોર્નિંગમાં ફોન કરજે,મારે તારું કઇ સાંભળવું નથી
મનીષ: અને તમારે જે કંઇ હોય એ આપ અધિકારી છો આપે જે નિર્ણય લેવો હોય તે,અમે જે છે એ લખીને ઓનપેપર આપેલી છે.કોઇ વસ્તુ અમારી ઘરની નથી બનાવેલી ,બઘી રેકોર્ડ સાથેની માહિતી છે.
કથિત વ્યક્તિ: હવારમાં મોર્નિંગમાં ફોન કરજે હાલ
મનીષ: આપ સાહેબને લેખિતમાં જ આપેલું છે બરાબર,એમાં મોર્નિંગમાં ફોન કરવાનો ક્યાં પ્રશ્ન જ છે.
કથિત વ્યક્તિ: (ગાળો બોલે છે) તને સમજાતું નથી? એકવાર ફોન કરજે એટલે પુરૂં થઇ ગયું પછી હવે..
ઓડિયોક્લિપ વાયરલ થયા બાદ પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરુનવાલાએ જણાવ્યું હતું કે, આ કથિત ઓડિયો મનીષ પંડ્યા દ્રારા જ ઉભો કરવામાં આવ્યો છે. મારી કોલ ડિટેલ પ્રમાણે 17 જાન્યુઆરીએ રાત્રે મને મનીષનો ફોન આવ્યો હતો. એટલું જ નહીં એ કોલમ મનીષ બદલી કરવાની ધમકીઓ આપીને ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં હું બે દિવસ ઓફિસના કામથી બહાર હતો ત્યાં મારા ખોટાં નામથી ફોન આવ્યો છે જે અયોગ્ય છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ અંગે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પીજીવીસીએલના વકીલની મદદથી તેઓ સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. મનીષ પંડ્યા પીજીવીસીએલ બાબરા ખાતે ફરજ બજાવે છે. તેમને અમરેલીના કાર્યપાલક ઇજનેર સાથે વ્યક્તિગત વાંધો હોવાને કારણે આવી ઓડિયોક્લિપ વાયરલ કરી છે. 20 જાન્યુઆરીએ કાર્યપાલક ઇજનેરના પ્રમોશન માટેના ઇન્ટરવ્યૂ છે. જેમાં વિક્ષેપ પાડવા માટે મનીષ પંડ્યા આવા ખોટા આક્ષેપ કરી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું છે.
WatchGujarat. સોશિયલ મીડિયામાં પીજીવીસીએલના એમ ડી વરૂણકુમાર બરૂનવાલાના નામે એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓના નામે કોઈક વ્યક્તિ બાબરાના પીજીવીસીએલના કર્મચારીને ધમકાવી રહ્યો છે. કથિત કૌંભાડને લઇને કથિત વ્યક્તિ દ્રારા મનીષ પંડ્યા નામના કર્મચારીને બિભસ્ત ગાળો આપીને કચ્છમાં બદલી કરી આપવાની ધમકી આ ઓડિયોક્લિપમાં અપાઈ રહી છે. જોકે ઓડિયો વાયરલ થયાં બાદ એમ ડી વરૂનકુમારે ઓડિયોક્લિપમાં તેનો અવાજ નહીં હોવાનું અને મનિષ પંડ્યા દ્રારા જ ખોટી રીતે આ ઓડિયોક્લીપ ઉપજાવી કાઢવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
કથિત ઓડિયોક્લિપની વાતચીતનાં અંશો
- મનીષ: હેલ્લો
- કથિત વ્યક્તિ: હેલ્લો
- કથિત વ્યક્તિઃ પંડ્યા બોલે?
- મનીષ: હા કોણ?
- મનીષ: કોણ બોલો?
- કથિત વ્યક્તિઃ એમ.ડી બોલું
- મનીષ: હા બોલો બોલો સાહેબ
- કથિત વ્યક્તિઃ છાપામાં બહુ આવે છે
- મનીષઃ હે
- કથિત વ્યક્તિઃ છાપામાં બહૂ આવે છે.
- મનીષ: છાપામાં મેં અગાઉ આપેલું છે તે જ છે.
- કથિત વ્યક્તિ: પાછું કાલે આવ્યું છે ને
- મનીષ: હે..
- કથિત વ્યક્તિ: હું હું શું કરશ સાંભળતો નથી( ગાળ બોલે છે.)
- મનીષ: હલો.સાંભળું જ છું,બોલો બોલો
- કથિત વ્યક્તિ: તને કોઇ દુખાવો નથી ને,દુખાવો હોય તો રાજકોટ આવી જા
- મનીષ: રૂબરુ જ આવ્યા હતા આપ સાહેબ ન તા મળ્યા,અમે મેડમને રજૂઆત કરી હતી.
- કથિત વ્યક્તિ: છાપામાં શું વારંવાર આપશ,(ગાળ બોલે છે,)
- મનિષ: છાપામાં મેં નથી આપ્યું સાહેબ અમે તો રજૂઆત છેને રાઇટીંગમાં આપેલી છે અને સંસ્થા માટે આપેલી છે,ઓન રેકોર્ડ ફરિયાદ છે.
- કથિત વ્યક્તિ: (ગાળ બોલીને)તું જ આપે છે મને ખબર છે
- મનીષ: હે,.
- કથિત વ્યક્તિ: મને ખબર છે તું જ ઇ સળી કરશ(ગાળ બોલે છે)
- મનીષ: સાહેબ ગાળો બાળો કે ઓલું કઇ કરવાનો અર્થ નથીહો સાહેબ કેમ કે આજે અમે જે આપ્યું છે એ બધુ રેકોર્ડ સાથે વિજીલન્સમાં ફરિયાદ આપેલી છે.અમારી ફરિયાદના આધારે માહિતી તૈયાર થઇ છે,જવાબદાર સામે પગલાં ભરાણા નથી,અમારી સામે બધા નિર્દોષ સામે કાર્યવાહી થયેલ છે.
- કથિત વ્યક્તિ: (ગાળો બોલે છે) તું ક્યાં એવો મોટો અધિકારી કે કર્મચારી હતો
- મનીષ: બોર્ડની કઇ નથી સાહેબ અમે જવાબદારી પૂર્વક આપને લેખિત આપેલ છે.
- કથિત વ્યક્તિ: તું તારી નોકરી કર બીજું કઇ(ગાળો બોલીને)નહીતર ટ્રાન્સફર થઇ જાહે કચ્છ-બચ્છમાં
- મનીષ: અરે સાહેબ જો એમ નહી એટલે ધમકીને મતલબ એમ જે છે એ ઓનપેપર સંસ્થાના લેટરપેડ પર આપેલું છે અને બધા રેકોર્ડની માહિતી છે
- કથિત વ્યક્તિ: પેપર ગયા (ગાળ બોલે છે)મોર્નિંગમાં ફોન કરજે,મારે તારું કઇ સાંભળવું નથી
- મનીષ: અને તમારે જે કંઇ હોય એ આપ અધિકારી છો આપે જે નિર્ણય લેવો હોય તે,અમે જે છે એ લખીને ઓનપેપર આપેલી છે.કોઇ વસ્તુ અમારી ઘરની નથી બનાવેલી ,બઘી રેકોર્ડ સાથેની માહિતી છે.
- કથિત વ્યક્તિ: હવારમાં મોર્નિંગમાં ફોન કરજે હાલ
- મનીષ: આપ સાહેબને લેખિતમાં જ આપેલું છે બરાબર,એમાં મોર્નિંગમાં ફોન કરવાનો ક્યાં પ્રશ્ન જ છે.
- કથિત વ્યક્તિ: (ગાળો બોલે છે) તને સમજાતું નથી? એકવાર ફોન કરજે એટલે પુરૂં થઇ ગયું પછી હવે..