ભારતમા અવકાશયાત્રીઓના નામની ચર્ચા થાય ત્યારે સૌ કોઈના મુખે પહેલુ નામ કલ્પના ચાવલાનુ આવે છે
આઈશા નાનાપણથી અભ્યાસ કરવામાં ખૂબ રુચી ધરાવે છે. પ્રસંગોમા હાજરી આપવા કરતા તેમજ તહેવારોની ઉજવણી કરવા કરતા પણ તેને અભ્યાસ કરવો વધુ પસંદ છે - પિતા ઈકબાલભાઈ મોરવાડીયા
આઈઆઈટી કાનપુરમા સ્પેસ રિચર્સમા માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવાનો મોકો મળતા અંતરિક્ષમાં જવાનું તેમનું સ્વપ્ન પૂર્ણતાનાં આરે હોય તેવું લાગી રહ્યું છે - આઈશા
WatchGujarat. યુનિવર્સિટી પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઈકબાલ મોરવાડીયાની દિકરી આઈશાએ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. સામાન્ય રીતે યુવાઓનું સ્વપ્ન હોય છે કે તેઓને આઈઆઈએમ અથવા તો આઈઆઈટીમાં એડમિશન મળે. આઈશાને અથાગ મહેનતનાં કારણે આઈઆઈટી કાનપુરમા એડમિશન મળ્યું છે. હાલ આઈશા સ્પેસ એન્ડ રીસર્ચમા માસ્ટર કરી રહી છે. વર્ષ 2016 થી 2020 સુધી અભ્યાસ કર્યા બાદ 85 ટકા મેળવી એરોનેટીકલ એન્જીનીયરીંગની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. ત્યારે હાલમાં ગેટની પરીક્ષા પાસ કરી તેને આઈઆઈટી કાનપુરમા સ્પેસ રિચર્સમા માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે. અને તેની આ સિદ્ધિ બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તેનું સન્માન કરતા પિતાની છાતી ગજગજ ફૂલી ગઈ છે.
આ અંગે આઈશાએ જણાવ્યુ હતુ કે, તેને નાનપણથી સ્પેસમા જવાનો શોખ છે. આ શોખને પુર્ણ કરવા માટે તે આજ દિવસ સુધી અભ્યાસ પણ મન લગાવીને કરી રહી છે. ધોરણ 10-12 મા સારા માર્કસ મેળવ્યા બાદ તે જે.ઈ.ઈ ની પરીક્ષાની તૈયારી માટે કોટા ગઈ હતી. જે પરીક્ષા સારી રીતે પાસ કરતા તેને ચેન્નઈની કે.સી.જી કોલેજમા એરોનેટીકલ એન્જીનીયરીંગમા એડમિશન મળ્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2016 થી 2020 અભ્યાસ કરી 85 ટકા સાથે એરોનેટીકલ એન્જીનીયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અને હવે આઈઆઈટી કાનપુરમા સ્પેસ રિચર્સમા માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવાનો મોકો મળતા અંતરિક્ષમાં જવાનું તેમનું સ્વપ્ન પૂર્ણતાનાં આરે હોય તેવું લાગી રહ્યું છે.
આઈશાના પિતા ઈકબાલભાઈ મોરવાડીયાએ જણાવ્યુ હતુ કે, આઈશા નાનાપણથી અભ્યાસ કરવામાં ખૂબ રુચી ધરાવે છે. પ્રસંગોમા હાજરી આપવા કરતા તેમજ તહેવારોની ઉજવણી કરવા કરતા પણ તેને અભ્યાસ કરવો વધુ પસંદ છે. રોજના 12 થી 14 કલાકનુ વાંચન કાયમી ધોરણે કરતી મારી દિકરીના ચેન્નઈમાં એડમિશન સમયે રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ખૂબ મદદ કરી હતી. ત્યારે હવે હાલના કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પણ દિકરીને સ્નમાનિત કરવામા આવી છે. જે મારા સહિત પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે.
નોંધનીય છે કે, ભારતમા અવકાશયાત્રીઓના નામની ચર્ચા થાય ત્યારે સૌ કોઈના મુખે પહેલુ નામ કલ્પના ચાવલાનુ આવે છે. કારણકે કલ્પના ચાવલા એક પહેલા એવા ભારતીય મહિલા હતા જેઓ અંતરીક્ષમા ગયા હતા. ત્યારે હવે રાજકોટ શહેરનાં હેડ કોન્સટેબલ ઈકબાલભાઈની દિકરી આઈશા આકાશને આંબવા જઈ રહી છે. દિકરો હોઈ કે દિકરી તેના નામની પાછળ પિતાનુ નામ લાગતુ હોય છે. પરંતુ સંતાન જ્યારે કોઈ કિર્તીમાન સ્થાપે ત્યારે માતા-પિતા પણ તેના નામથી ઓળખાય છે. અને આ ક્ષણ કોઈપણ માતા-પિતા માટે મોટી સિદ્ધિ સમાન હોય છે.