WatchGujarat. OTT પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતી વેબ સિરીઝ અને ગંદા દ્રશ્યો બાળકો, તરુણો અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. OTT પ્લેટફોર્મ એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ એક એવું માધ્યમ છે જેમાં ટીવી સીરીયલો, વેબ સીરીઝ, વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી, વિવિધ પ્રકારના વિડીયો અને ઓડિયો ઉપલબ્ધ છે. ભારતમાં વિવિધ OTT પ્લેટફોર્મ જોવા મળે છે જેમ કે વુટ, અલ્ટ બાલાજી, બીગફ્લીક્સ, અમેઝન પ્રાઈમ વિડીયો, વિયું, સોની લીવ, એરોસ નાઉ, જી ફાઈવ, હોટ સ્ટાર, નેટ ફ્લીક્સ, એમ એક્સ પ્લેયર વગેરે. છેલ્લા ઘણા સમયથી આ પ્લેટફોર્મની અસરો જોવા મળી છે. આ પ્લેટફોર્મની વિધાયક બાબતોમાં જોઈએ તો તેને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકાય, ઘણા મુવી તેની અંદર જોવા મળી શકે અને બાકી રહી ગયેલ અમુક શો પણ તેમાં જોઈ શકાય છે. ત્યારે આ અંગે મનોવિજ્ઞાન ભવન ખાતે કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઈને એક સર્વે કરવામાં આવતા ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી.
મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માં આવેલ વિવિધ કેસ..
મને ઓલી ઓનલાઇન સિરિયસ કરી દયો પાપા નહીંતર હું મલી જઈશ, ઍમ કહી ઉતરાયણમાં અગાસી પર પતંગ ઉડાડતા પિતાને ધમકી આપી પારાપીટ પરથી એક પગ નીચે મુકવાનો પ્રયત્ન 4 વર્ષનો બાળક કરે છે.
સાહેબ હું મધ્યમવર્ગનો માણસ છૂ માંડ ઘરનુ પૂરું કરું છૂ. મારી દીકરીને ઓનલાઇન સિરિયલ અને વેબ સિરીઝની લત લાગી છે. સાંજે tv માં આવે સિરિયલ એ પહેલા તેને ઓનલાઇન જોવી હોય છે. તેમાં ઇન્ટરનેટ ખુબ જ વપરાય છે. મહિને 2500-3000 તેનાં ઇન્ટરનેટ માં મારે જાય છે. જો રિચાર્જના રૂપિયા ન આપું તો આત્મહત્યાની ધમકી આપે છે.
મિત્રો પાસે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા કેટલાક ઓનલાઇન શો માં આગળ શું થશે તે જોવા ott કાંઈક નવું આવ્યું છે તેનાં પર સતત મોબાઈલમાં જોયા કરે છે. જો કાંઈક કહું તો છરી ગળે મૂકે છે અને ધમકી આપે છે.
ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું એટલે આખો દિવસ મારો દીકરો ઘરમાં પુરાયેલ રહે છે. અંદર શું કરે છે તે શઁકા જાય છે કેમ કે ઘણીવાર જોર જોરથી તે આક્રમક થઈ ને બરાડા પાડે છે. બારણું ખખડાવીએ તો ગુસ્સો કરે કે મને ભણવા દયો. તેનાં મિત્રો પાસેથી વિગત મેળવી તો તે ott પ્રોગ્રામ જોયા કરે છે તેમાં તેનાં ફેવરિટ પાત્રને કોઈ નુકશાની થાય તો બૂમબરાડા પાડે છે. આનું સાવ સચકી ગયું છે કોઈ ઉપાય કહો..
OTT પ્લેટફોર્મની નિષેધક અસરો
# આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા યુવાઓ તેના આદી બનતા જાય છે કારણ કે આ પ્લેટફોર્મ મોબાઈલ, લેપટોપમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.
# યુવાઓ અને બાળકોના હિંસક વર્તન માટે પણ જવાબદાર છે કારણ કે તેમાં આક્રમક અને ઉતેજીત દ્રશ્યો તેમને જોવા મળી રહ્યા હોય છે
# નિષેધક માહિતી લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી રહી છે.
# બાકી રહી ગયેલ શો જ્યા સુધી જોઈ ન લે ત્યાં સુધી મનમાં સતત એ બાબતોનું રટણ ચાલ્યા કરતુ હોય છે.
# વેબ સીરીઝની આડ અસરો પણ જોવા મળે છે.
મનોવિજ્ઞાન ભવને 2520 લોકો પાસેથી ગુગલફોર્મ અને મુલાકાત પદ્ધતિ દ્વારા માહિતી એકત્રિત કરી જેના તારણો નીચે મુજબ મળ્યા
OTT પ્લેટફોર્મને કારણે બાળકો બગડે છે એવું આપને લાગે છે ?
જેમાં 88% એ હા કહ્યું
વેબસીરીઝ આવ્યા બાદ બાળકોમાં ઈન્ટરનેટ અને જુદા જુદા ગેઝેટ્સ પ્રત્યે લગાવ વધ્યો એવું તમને લાગે છે ?
જેમાં 100% એ હા જણાવી
OTT પ્લેટફોર્મમાં સેન્સર હળવું હોવાને કારણે બાળકો અભદ્ર વર્તણુક શીખે છે?
જેમાં 84% એ હા જણાવી
OTT પ્લેટફોર્મ ઉપર સેન્સર બોર્ડનું કડક નિયંત્રણ હોવું જોઈએ ?
જેમાં 88% એ હા જણાવી
વેબસીરીઝમાં આક્રમકતા, વલ્ગારીટી અને અસંસ્કારિતા હોય છે ?
જેમાં 84% એ હા જણાવી
સોશિયલ મિડિયાના આક્રમણથી બાળકોમાં અકારણ આક્રમકતા અને પ્રી મેચ્યોરીટી આવી છે ?
જેમાં 96% એ હા જણાવી
ટીવી સીરીયલમાં બતાવવામાં આવતા પેતરા , કિન્નાખોરી અને ઈર્ષા - અદેખાઈ બાળકોને બગાડે છે?
જેમાં 80% એ હા જણાવી
પોર્ન સાઈટ વળગણ , અશોભનીય વર્તણુક અને પરિવારમાં અતડાપણું તેમજ આક્રમકતાનું કારણ શું છે ?
જેમાં 44% એ OTT પ્લેટફોર્મ, 30% એ સોશિયલ મીડિયા, 14% એ સીરીયલો અને 12% એ માતા પિતાનો ઉછેર કારણભૂત છે તેમ જણાવ્યું. ઓનલાઇન શિક્ષણની લાયમાં બાળકો વઘુ આક્રમક અને ટુંડ મિજાજી બન્યા છે.
OTT પ્લેટફોર્મ વિશેના મંતવ્યો આપતા લોકોએ જણાવ્યું કે OTT પ્લેટફોર્મ પર સામાજિક મૂવી, બાળકોને ઉપયોગી મૂવી વગેરે જેવી બાબતો યોગ્ય છે પણ તે માતા પિતા ના કહેવાથી જોવાય તો યોગ્ય છે. સોશિયલ મીડિયા થી બાળક ને દુર જ રાખવું જોઇએ, માતાપિતા એ જ બાળકોને રીતે સમજ આપવી જોઇએ, તેઓએ પણ મોબાઈલ નો બાળકોની સામે ઓછો ઉપયોગ કરવો જોઈએ, OTT પ્લેટફોર્મથી બાળકો તો ઘણું ના જોવા જેવું જોઈ ને એમની કરિઅર સ્પોઇલ કરે છે પરંતુ માતા પિતા પણ તેના ઉપયોગથી તેના બાળકો પર ધ્યાન આપવાના બદલે તેમાંથી મળતા નજીવા મનોરંજનમાં તેમના પરિવાર પર ધ્યાન નથી આપતા, OTT પ્લેટફોર્મ યુવાનોમાં આક્રમકતા વધારે છે.
સેન્સર નો નિયંત્રણ તેના માટે ખૂબ જ જરૂરી છે. નહિતર યુવા સમાજ ને ખૂબ અસર પડી શકે છે, તેનો યોગ્ય ઉપયોગ શીખડાવવો જોઈએ, OTT, સોશિયલ મીડિયા હકારાત્મક વલણ કરતા નકારાત્મક વલણ વધુ શીખવે છે કેમ કે આ દરેક મા આક્રમક અને અસંસ્કારીતા ને વધુ પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આજ ના બાળકો અને યુવાનો પરિવાર ના સંસ્કારો ની અવગણના કરતા થઈ ગયા છે સોશિયલ મીડિયા નુ યુવાનો મા વ્યસન થઇ જવાના કારણે જે એક સમયે અયોગ્ય લાગતુ હતુ એ આજ ના બાળકો અને યુવાનો ને વ્યક્તિગત રીતે યોગ્ય લાગવા લાગ્યું છે, ott પ્લેટફોર્મ માતા પિતા સાથે બેસીને જૂએ એટલે અંશે યોગ્ય છે, બાકી નહીં.
નાના બાળકોને મોબાઈલ જ દેવા ન જોઈએ તેનાથી અનેક પ્રકારના નુકસાન છે, બાળકોને ઈન્ટરનેટ કોઈની દેખરેખ હેઠળ ઉપયોગ કરવા દેવુ જોઈએ. આ પ્રકારના પ્લેટફોર્મ પર નિયંત્રણ રાખવા 2021માં ગાઈડલાઈન્સ જાહેર થઇ, નિયમો બન્યા પણ તેની અમલવારી કરવી અને તેમાં નિષેધક બાબતો ન મુકવી અને ન જોવી એ આપણા સહુની સહિયારી નૈતિક જવાબદારી છે.
WatchGujarat. OTT પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતી વેબ સિરીઝ અને ગંદા દ્રશ્યો બાળકો, તરુણો અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. OTT પ્લેટફોર્મ એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ એક એવું માધ્યમ છે જેમાં ટીવી સીરીયલો, વેબ સીરીઝ, વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી, વિવિધ પ્રકારના વિડીયો અને ઓડિયો ઉપલબ્ધ છે. ભારતમાં વિવિધ OTT પ્લેટફોર્મ જોવા મળે છે જેમ કે વુટ, અલ્ટ બાલાજી, બીગફ્લીક્સ, અમેઝન પ્રાઈમ વિડીયો, વિયું, સોની લીવ, એરોસ નાઉ, જી ફાઈવ, હોટ સ્ટાર, નેટ ફ્લીક્સ, એમ એક્સ પ્લેયર વગેરે. છેલ્લા ઘણા સમયથી આ પ્લેટફોર્મની અસરો જોવા મળી છે. આ પ્લેટફોર્મની વિધાયક બાબતોમાં જોઈએ તો તેને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકાય, ઘણા મુવી તેની અંદર જોવા મળી શકે અને બાકી રહી ગયેલ અમુક શો પણ તેમાં જોઈ શકાય છે. ત્યારે આ અંગે મનોવિજ્ઞાન ભવન ખાતે કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઈને એક સર્વે કરવામાં આવતા ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી.
મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માં આવેલ વિવિધ કેસ..
- મને ઓલી ઓનલાઇન સિરિયસ કરી દયો પાપા નહીંતર હું મલી જઈશ, ઍમ કહી ઉતરાયણમાં અગાસી પર પતંગ ઉડાડતા પિતાને ધમકી આપી પારાપીટ પરથી એક પગ નીચે મુકવાનો પ્રયત્ન 4 વર્ષનો બાળક કરે છે.
- સાહેબ હું મધ્યમવર્ગનો માણસ છૂ માંડ ઘરનુ પૂરું કરું છૂ. મારી દીકરીને ઓનલાઇન સિરિયલ અને વેબ સિરીઝની લત લાગી છે. સાંજે tv માં આવે સિરિયલ એ પહેલા તેને ઓનલાઇન જોવી હોય છે. તેમાં ઇન્ટરનેટ ખુબ જ વપરાય છે. મહિને 2500-3000 તેનાં ઇન્ટરનેટ માં મારે જાય છે. જો રિચાર્જના રૂપિયા ન આપું તો આત્મહત્યાની ધમકી આપે છે.
- મિત્રો પાસે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા કેટલાક ઓનલાઇન શો માં આગળ શું થશે તે જોવા ott કાંઈક નવું આવ્યું છે તેનાં પર સતત મોબાઈલમાં જોયા કરે છે. જો કાંઈક કહું તો છરી ગળે મૂકે છે અને ધમકી આપે છે.
- ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું એટલે આખો દિવસ મારો દીકરો ઘરમાં પુરાયેલ રહે છે. અંદર શું કરે છે તે શઁકા જાય છે કેમ કે ઘણીવાર જોર જોરથી તે આક્રમક થઈ ને બરાડા પાડે છે. બારણું ખખડાવીએ તો ગુસ્સો કરે કે મને ભણવા દયો. તેનાં મિત્રો પાસેથી વિગત મેળવી તો તે ott પ્રોગ્રામ જોયા કરે છે તેમાં તેનાં ફેવરિટ પાત્રને કોઈ નુકશાની થાય તો બૂમબરાડા પાડે છે. આનું સાવ સચકી ગયું છે કોઈ ઉપાય કહો..
OTT પ્લેટફોર્મની નિષેધક અસરો
- # આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા યુવાઓ તેના આદી બનતા જાય છે કારણ કે આ પ્લેટફોર્મ મોબાઈલ, લેપટોપમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.
- # યુવાઓ અને બાળકોના હિંસક વર્તન માટે પણ જવાબદાર છે કારણ કે તેમાં આક્રમક અને ઉતેજીત દ્રશ્યો તેમને જોવા મળી રહ્યા હોય છે
- # નિષેધક માહિતી લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી રહી છે.
- # બાકી રહી ગયેલ શો જ્યા સુધી જોઈ ન લે ત્યાં સુધી મનમાં સતત એ બાબતોનું રટણ ચાલ્યા કરતુ હોય છે.
- # વેબ સીરીઝની આડ અસરો પણ જોવા મળે છે.