રાજકોટ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 8.01 ઇંચ અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 4.52 ઈંચ વરસાદ વરસ્યો, તો સેન્ટર ઝોનમાં 4.74 ઇંચ વરસાદ વરસ્યો
હાથીખાના સહિતનાં અનેક વિસ્તારમાં પ્રીમોનસુનની કામગીરી કાગળ પર થઈ હોય તેમ વોકળામાં કેડ સુધીનાં પાણી ભરાયા
"વિજય ભાઈ જેવા કર્મયોગી ને હટાવી બહુ ખોટું કર્યું, આજે રાજકોટમાં આભ પણ ચોધાર આંસુએ રડે છે" – પૂર્વ મેયર બીનાબેન આચાર્ય
[caption id="attachment_1396837" align="aligncenter" width="640"] Rajkot - raining[/caption]
Watchgujarat. ગઈકાલથી શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અને 24 કલાકમાં શહેરમાં 8 ઇંચ વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર એક રાતમાં ખાબકેલા આ વરસાદથી જિલ્લાનાં તમામ 25 ડેમમાં નવા નીર આવ્યા છે. અને 6 ડેમ ઓવરફ્લો થઈ જતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.
https://youtu.be/X4637x1DN8I
રાજકોટ શહેરમાં ગત મોડી રાતથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેમાં ભારે વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. ઝોન વાઇઝ જોઈએ તો સૌથી વધુ વેસ્ટ ઝોન વિસ્તારમાં 8.01 ઇંચ અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 4.52 ઈંચ વરસાદ વરસ્યો, તો સેન્ટર ઝોનમાં 4.74 ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરનાં હાથીખાના સહિતનાં અનેક વિસ્તારમાં પ્રીમોનસુનની કામગીરી કાગળ પર થઈ હોય તેમ વોકળામાં કેડ સુધીનાં પાણી ભરાયા છે. જેને પગલે કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા દ્વારા ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોય ટૂંક સમયમાં પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. આવનારા સમયમાં ડેમોમાં પાણીની વધુ આવક નોંધાઇ શકે છે.
બીજીતરફ સીએમ પદેથી વિજય રૂપાણીની વિદાયથી શહેર ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. અને પૂર્વ મેયર બીનાબેન આચાર્યએ સોશિયલ મીડિયામાં વસવસો ઠાલવ્યો છે. 'બીના બેને ફેસબુકમાં લખ્યું "વિજય ભાઈ જેવા કર્મયોગી ને હટાવી બહુ ખોટું કર્યું, આજે રાજકોટમાં આભ પણ ચોધાર આંસુએ રડે છે" વિજય રૂપાણીની સીએમ પદેથી વિદાય બાદ શહેરમાં વરસાદ પડતાં બીનાબેને આ નિવેદન આપ્યું છે. જોકે સ્થાનિક ભાજપનાં બીજા પણ અનેક નેતાઓમાં આ મુદ્દે નારાજગી છે. પરંતુ કોઈ સામે ચાલીને કશું બોલવા તૈયાર નથી.
જિલ્લામાં તાલુકા વાઇઝ વરસાદનાં આંકડા
ઉપલેટા 2.5 ઇંચ
કોટડાસાંગાણી 2.5 ઇંચ
ગોંડલ 5 ઇંચ
જેતપુર 2.5 ઇંચ
જસદણ 0 ઇંચ
વીંછીયા 0 ઇંચ
જામકંડોરણા 2.5 ઇંચ
ધોરાજી 3 ઇંચ
પડધરી 2.5 ઇંચ
રાજકોટ સીટી 4.5 ઇંચ
લોધિકા 5 ઇંચ
રાજકોટ જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકી 6 ડેમ ઓવરફ્લો
રાજકોટ જિલ્લામાં સિઝનનો સરેરાશ 44.78 ટકા વરસાદ વરસ્યો છે. જેને કારણે આજી ડેમ 2 કે જેની સપાટી 30.10 ફૂટ છે તે ઓવરફ્લો થયો છે. સાથે જ 26.70 ફૂટનો આજી ડેમ 3 પણ ઓવરફ્લો થયો છે. તેમકજ વેરી ડેમ પણ છલકાયો છે,જેની સપાટી 9.40 ફૂટ છે. જ્યારે મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. જેની સપાટી 14.80 ફૂટ છે. ઉપરાંત 7.90 ફૂટનો ખોડાપીપર ડેમ અને 14.50 ફૂટનો છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે. એટલું જ નહીં બાકીનાં તમામ ડેમોનમાં પણ પાણીની જોરદાર આવક ચાલુ હોવાથી હજુ ગમે ત્યારે બાકીના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે.