• શહેરમાં એક માતા-પિતા વિહોણી 21 વર્ષની યુવતી પર તેના મોટા બાપુ, મોટા બા સહિતના અસહ્ય ત્રાસ ગુજારતા
  • યુવતિને લોખંડની સાણસીથી ડામ દઈ પાઇપથી ફટકારતા હોવાનું સામે આવ્યું
  • પાડોશીઓ દ્વારા આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઉપરાંત 181નો કાફલો દોડી આવ્યો
  • યુવતિની પૂછપરછ હાથ ધરવામાં આવી, અસહ્ય ત્રાસ ગુજારનાર પરિવારજનો સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ

WatchGujarat. સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતી એક માતા-પિતા વિહોણી 21 વર્ષની યુવતી પર તેના મોટા બાપુ, મોટા બા સહિતના અસહ્ય ત્રાસ ગુજારતા હતા. જેમાં યુવતિને લોખંડની સાણસીથી ડામ દઈ પાઇપથી ફટકારતા હોવાનું સામે આવ્યું છે. પાડોશીઓ દ્વારા આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઉપરાંત 181નો કાફલો દોડી ગયો હતો. અને યુવતિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે યુવતિ પર અસહ્ય ત્રાસ ગુજારનાર તેણીના મોટા બા અને તેની પુત્રી સામે થોરાળા પોલીસમાં ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો અનુસાર, કનકનગરમાં માતા અને પિતાના વિનાની યુવતીને તેના મોટાબાપુ, મોટાબા સહિતના માર મારી ત્રાસ આપતા હોવાનો કોલ 181ને મળતા સ્ટાફના કૃપાલીબેન ત્રિવેદી, યુરીબેન પરમાર, કૌશિક ચાસિયા દોડી ગયા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે, યુવતી માત્ર સાત વર્ષની હતી ત્યારે તેના માતા છૂટાછેડા લઈને અલગ થઈ ગઈ હતી. યુવતી તેના પિતા તથા પરિવાર સાથે રહેતી. કોરોના કાળમાં પિતાનું મૃત્યુ થતા યુવતી મોટાબાપુના પરિવાર સાથે રહેતી હતી.

દરમિયાન યુવતિ ઉપર ઘરકામ બાબતે કે અન્ય કોઈને કોઈ નાના-મોટા બહાના, કામો હેઠળ મોટાબાપુ, મોટા બા સહિતના અસહ્ય ત્રાસ ગુજારતા હતા. પાડોશીએ આક્ષેપો કર્યા હતા કે, યુવતીને ગરમ ગરમ લોઢીના ડામ અપાય છે, ચીપીયાથી યુવતીના હોંઠ ખેંચવામાં આવે છે, હોઠમાં લોહી નીકળતું હોવાથી માસ્ક જ પહેરાવી રાખે છે. કામ તેમજ ખાવાપીવા બાબતે પણ યુવતીને અસહ્ય ત્રાસ આપતા રહે છે. આ હકીકત જાણ્યા બાદ 181 દ્વારા થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસનાં જણાવ્યા મુજબ, પાડોશીઓ આક્ષેપ કરી રહ્યા હોવાથી આ મામલે યુવતીનુ કાઉન્સિલિંગ કરાયું હતું. જેમાં યુવતીની માનસિક સ્થિતિ બરોબર દેખાતી નથી. કદાચિત ત્રાસને કારણે આવી સ્થિતિ બની ગઈ હોય અથવા તો યુવતી માનસિક અસમતુલીત હોય તો તેને કંટ્રોલ કરવા પરિવારજનો દ્વારા મારકુટ કરાતી હોય તેવી પણ શક્યતા છે. જો કે હાલ પ્રાથમિક તપાસમાં યુવતિનાં મોટા બા અને તેની પુત્રી દ્વારા તેણીને ત્રાસ અપાયો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને બંનેની સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud