• જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષ ઉપાધ્યાયને બાંધકામ સમિતિના નિષ્ણાંત બનાવવાનો નિર્ણય જાહેર કરાયો
  • હવે આશિષ ઉપાધ્યાયની બાંધકામ વિભાગમાં નિષ્ણાત તરીકે રાખી શકાય કે નહીં તેનો નિર્ણય લીગર વિભાગ તરફથી અભિપ્રાય લેવાશે
  • એક જ દિવસમાં જુદા- જુદા બે વિવાદો સામે આવતા યુનિવર્સિટીનાં સતાધીશો સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે. હજુ કાલે કરાર આધારિત પ્રોફેસરની ભરતીનો વિવાદ સામે આવ્યો હતો. ત્યારે આ સાથે જ જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષ ઉપાધ્યાયને બાંધકામ સમિતિના નિષ્ણાંત બનાવવાનો નિર્ણય જાહેર કરાયો હતો. જેને લઈને હવે આ મામલે પણ વિવાદ સર્જાયો છે. આશિષ ઉપાધ્યાય મેજરમેન્ટ બૂકની ચકાસણી કરશે અને પોતે જ મંજૂરી આપશે ! જોકે, આ સમગ્ર પ્રક્રિયા અંગે યુનિવર્સિટીના સિન્ડીકેટ નિદત બારોટે સવાલ ઉઠાવતા ઉપકુલપતિએ લીગલ અભિપ્રાય લેવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપકુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં આશિષ ઉપાધ્યાયની નિમણૂક કરી છે. તેમની નિમણૂક ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ કરવામાં આવી છે. એન્જીનીયર આશિષ ઉપાધ્યાયે ભૂતકાળમાં આઠ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી છે. એટલે એક્સપર્ટ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકમાં કોઈનો અંગત સ્વાર્થ કે કોઈ મિલીભગતનો સવાલ જ નહીં હોવાનું પણ તેમણે કહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, હવે આશિષ ઉપાધ્યાયની બાંધકામ વિભાગમાં નિષ્ણાત તરીકે રાખી શકાય કે નહીં તેનો નિર્ણય લીગર વિભાગ તરફથી અભિપ્રાય લેવાશે. લીગલ અભિપ્રાય લઈ તેમની બંને જગ્યાએ સેવાઓ નહીં લઇ શકાય તેમ હોય તો એક જગ્યાએ સેવા લેવામાં આવશે. જો કે એક જ દિવસમાં જુદા- જુદા બે વિવાદો સામે આવતા યુનિવર્સિટીનાં સતાધીશો સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષણનું ધામ ગણાતી આ યુનિવર્સિટી રાજકારણનો અખાડો બની ચુકી હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud