પાળ ગામે આવેલા શિવ પ્લાસ્ટિક નામના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક જ આગ ભભૂકી
અંદાજે પાંચેક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો
પ્લાસ્ટિકનાં સામાન અને મશીનરી સહિત દોઢથી બે કરોડનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો
WatchGujarat.ગત મોડીરાત્રે શહેરનાં કાલાવડ રોડ નજીક એક પ્લાસ્ટિકનાં કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પાળ ગામે આવેલા શિવ પ્લાસ્ટિક નામના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરતાફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં રાજકોટ અને મેટોડાનાં ફાયર ફાઈટરો દોડી ગયા હતા. અને અંદાજે પાંચેક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ કારખાનામાં રાખેલા પ્લાસ્ટિકનાં સામાન અને મશીનરી સહિત દોઢથી બે કરોડનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો..
જાણવા મળતી વિગત અનુસાર, ગઈકાલે મોડીરાત્રે કાલાવડ રોડ પર આવેલ હરીપર પાળ ગામ ખાતે શિવ પ્લાસ્ટિક નામના કારખાનામાં ભીષણ આગ ભભૂકી હતી. જેમાં 65 ટન પ્લાસ્ટીકનો કાચો માલ તથા શેડ બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન અંદર 10 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. જો કે આગ લાગતા આ તામમ કર્મચારી બહાર દોડી ગયા હતા. બાદમાં સ્થાનિકોની મદદથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દરમિયાન આગ વધુ ન ફેલાય તે માટે PGVCL દ્વારા વીજ પુરવઠો થોડા કલાકો માટે બંધ કરવામાં આવ્યો હતો.
શિવ પ્લાસ્ટિકના માલિક વિપુલભાઈનાં જણાવ્યા મુજબ, મશીનરીમાં શોર્ટ સર્કીટના કારણે અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં સામાન્ય આગ હતી. પરંતુ આ યુનિટ આખો પેટ્રોલિયમ યુનિટ છે. એટલે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે ત્યાં 10-12 કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ તેઓ સમયસર બહાર દોડી જતા જાનહાની થઈ નથી. બનાવની જાણ થતાં જ રાજકોટ અને મેટોડા ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો હતો. અને અંદાજે પાંચેક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જો કે આગમાં કુલ રૂ. દોઢથી બે કરોડનો મશીનરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ચૂક્યો હતો.
સમગ્ર બનાવ અંગે મવડી ફાયર સ્ટેશન ઇન્ચાર્જ યોગેશ જાનીનાં જણાવ્યા મુજબ, રાત્રીના 10:30 વાગ્યાની આસપાસ કોલ મળતા જ અમે ત્રણ ગાડીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. બાદમાં એક ગાડી મવડી ફાયરની પણ આવી પહોંચી હતી. જો કે આમ છતાં બે ગાડીને ફરીથી પાણી ભરવા મોકલવી પડી હતી. આમ કુલ 6 ગાડીઓ દ્વારા પાંચેક કલાક પાણીનો મારો ચલાવીને મહામહેનતે આગ પર કાબુ મેળવાયો હતો. પ્રાથમિક તારણ અનુસાર શોર્ટસરકીટનાં કારણે આગ લાગ્યાનું પણ તેમણે કહ્યું હતું.