રાજકોટના કૂવાડવામાં ચોર ટોળકીએ ફરસાણની દુકાનનું શટર તોડીને ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે
કૂવાડવા ગામમાં મધરાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. અને એકસાથે 3 દુકાનોનાં તાળાં તોડ્યાં
થોડા દિવસ પહેલા દિવસના સમયે મહાદેવ મંદિરની તિજોરીની ચોરીની ઘટના સામે આવી હતી
WatchGujarat. કાતિલ ઠંડીમાં ચોરીની ઘટનાઓ વધી જતી હોય છે. પરંતુ કુવાડવા ખાતે એક એવી ચોરીની ઘટના સામે આવી છે, જેને જોઈને દુકાનદારોની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી છે. અહીં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ ફરસાણની દુકાનમાંથી લાડવા-ગાંઠિયાની અને સાથે જ મોબાઇલની દુકાનમાંથી મોબાઈલની પણ ચોરી કરી હતી. સાથે જ કોઈ પડકારે તો સામનો કરવા પથ્થરની થેલી પણ ભરીને આવ્યા હતા. 4 તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તેઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
https://youtu.be/AQXhZLKoKjo
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના કૂવાડવામાં ચોર ટોળકીએ ફરસાણની દુકાનનું શટર તોડીને ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં કૂવાડવા ગામમાં મધરાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. અને એકસાથે 3 દુકાનોનાં તાળાં તોડ્યાં હતા. તેમાંથી એક દુકાન ફરસાણની પણ હતી. અને તેમાંથી લાડવા તેમજ ગાંઠિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો અન્ય મોબાઈલની દુકાનમાંથી તેઓએ કિંમતી મોબાઈલ પણ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કુવાડવામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા દિવસના સમયે મહાદેવ મંદિરની તિજોરીની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે વધુ ત્રણ દુકાનોમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે ગ્રામ પંચાયત દ્વારા કેમેરા મુકવા જોઈએ. આ સિવાય થાંભલા પરની ટ્યુબલાઈટના કવર ગંદા છે હોવાથી પ્રકાશ પૂરો પડતો નથી. ત્યારે LED લાઈટો ફીટ કરવી જોઈએ. સાથે જ પોલીસનું પેટ્રોલિંગ વધારવાની માંગ પણ વેપારીઓએ કરી છે. અને આ સમસ્યાનો તાકીદે ઉકેલ નહિ આવે તો ગગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આ ગામના લોકોએ ઉચ્ચારી છે.