ટોક્યો ખાતે યોજાયેલ ઓલ્મિપીક 2020 સ્પર્ધામાં ભારતના રમતવિરોએ મેડલ હાંસલ કર્યા છે
આ તમામ એથ્લેટ્સના નામના 7 વૃક્ષોનું વૃક્ષારોપણ ટ્રી-ગાર્ડ સાથે કરી તેઓએ સન્માનીત કરવામાં આવ્યા
ગ્રીનસીટીના તમામ સભ્યોએ હાજર રહી મેડલ જીતનાર રમતવિરોને સન્માનીત કરવા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ભારતીય હોકી ટીમ (પુરૂષોની) ના નામે ભારતના 75માં સ્વાતંત્ર દિનના દિવસે શહેરના એરપોર્ટ રોડ પાસે વૃક્ષારોપણ કરાયું
WatchGujarat. તાજેતરમાં યોજાયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના રમતવિરોએ મેડલ મેળવીને દેશને ગર્વ અપાવ્યું હતું. જેમને સન્માનિત કરવા માટે દેશભરમાં લોકોએ જુદી-જુદી રીત અજમાવી હતી. ગોલ્ડ મેડલ નિરજ ચોપરાને સન્માનિત કરવા માટે નિરજ નામ ધરાવતી વ્યક્તિને ફ્રિમાં પેટ્રોલ, એપલ કંપનીના ડેટા કેબલ વગેરે આપવામાં આવ્યું. જ્યારે ડોમિનેઝ દ્વારા સિલ્વ મેડલ મેળવનાર મીરાબાઈ ચાનુને લાઈમટાઈમ ફ્રી પિઝાની ઓફર આપવામાં આવી. પરંતુ ગુજરાતના રાજકોટમાં ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ અપાવનાર તમામ રમતવિરોને સન્માનિત કરવા માટે અનોખી રીત અપનાવવામાં આવી છે. રાજકોટમાં આ તમામ રમતવિરોના નામે વૃક્ષો રોપવામાં આવ્યાં છે.
રાજકોટમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર તમામ એથ્લેટ્સના નામના ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હાલમાં ટોક્યો ખાતે યોજાયેલ ઓલ્મિપીક 2020 સ્પર્ધામાં ભારત તરફથી રમતા 6 રમતવિરો કે જેમણે મેડલ હાંસલ કર્યા છે. આ ઉપરાંત ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર ભારતીય હોકી ટીમ (પુરૂષેની)ના નામે 75માં સ્વાતંત્ર દિનના દિવસે ગ્રીન સીટી દ્વારા ભૂતપુર્વ સાંસદ શ્રી રાજુભાઈ રાણાના હસ્તે એરપોર્ટ રોડ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમના નામે 7 વૃક્ષોનું વૃક્ષારોપણ ટ્રી-ગાર્ડ સાથે કરી તેઓએ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા સમગ્ર ગ્રીનસીટીના સભ્યો હાજર રહ્યા હતા.
આ રમતવિરોના નામે છે વૃક્ષો
- જેવલીંગ થ્રોમાં ગોલ્ડ મેડલ : નીરજ ચોપરા
- વેઈટલીફ્ટીંગમાં સીલ્વર મેડલ : મીરાબાઈ ચાનુ
- રેસલીંગમાં સીલ્વર મેડલ : રવિકુમાર
- રેસલીંગમાં બ્રોન્ઝ મેડલ : બજરંગ પુનીયા
- બોક્ષીંગમાં બ્રોન્ઝ મેડલ : લવલીના બોરગોહેઈન,
- બેડમીન્ટનમાં બ્રોન્ઝ મેડલ : પી.વી. સિંધુ
- ઈન્ડિયન મેન્સ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મેળવેલ