• 17 વર્ષીય કૃણાલ પંડ્યા અને મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તા સહિત 4 મિત્રો લોધિકા નજીક વાગુદડ નદીમાં નાહવા માટે પડ્યા
  • ઉંડા પાણીમાં ચાલી જતા ચારેય ડૂબવા લાગ્યા
  • પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

WatchGujarat. લોધીકા નજીક વાગુદડ નદીમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી 2નાં ડૂબી જવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં લોધીકા પોલીસ, ફાયર વિભાગની ટીમ અને મામલતદારે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો મેટોડાનાં GIDC વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.  પોલીસે ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સ્થળની મુલાકાત લીધી હતી.

મૂળ એમપીના અને મેટોડા ખાતે રહેતા 17 વર્ષીય કૃણાલ પંડ્યા અને મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તા સહિત 4 મિત્રો લોધિકા નજીક વાગુદડ નદીમાં નાહવા માટે પડ્યા હતા. દરમિયાન ઉંડા પાણીમાં ચાલી જતા ચારેય ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. જેમાં બેનો બચાવ થયો હતો. જ્યારે કૃણાલ અને અમન બંનેના ડૂબી જતા મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે બંનેના પરિવારમાં કલ્પાંત છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટના કાંગશીયાળી ગામમાં આવેલા ચેકડેમમાં કુલ પાંચ લોકો પડ્યા હતા. જેમાં કોમલબેન ચનાભાઈ, સોનલબેન કાળુભાઈ અને મિઢુરબેનના મોત થયા હતા. તેઓ શાપર વેરાવળની નજીક ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં નાહવા ગયા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર ડૂબી જતાં બે લોકોનાં મોત નિપજ્યાની ઘટના સામે આવતા લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud